________________
( ૪૪૦.
શ્રી ભગવતી સૂત્ર-૩
સ્નાન કરાવ્યું, સ્નાન કરાવીને, તેના અંગોને સુગંધિત લાલ વસ્ત્રથી લૂંછડ્યા, લૂછીને ગાત્રો પર સરસ (રક્તવણ) ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો, લેપ કરીને નાસિકાના નિશ્વાસ વાયુથી ઊડી જાય તેવું હળવું, નેત્રોને આકર્ષક, સુંદર વર્ણ અને કોમળ સ્પર્શ યુક્ત, ઘોડાના મુખની લાળથી અધિક મુલાયમ, શ્વેત, સુવર્ણ તારજડિત, મહામૂલ્યવાન અને હંસ જેવા શ્વેત વસ્ત્ર યુગલ પહેરાવ્યા. ત્યાર પછી હાર(અઢાર સરવાળો હાર), અર્ધહાર(નવ સેરવાળો હાર) પહેરાવ્યો; જે રીતે રાજપ્રશ્રીય સૂત્રમાં સૂર્યાભદેવના અલંકારોનું વર્ણન છે, તે જ રીતે અહીં જાણવું થાવ, વિવિધ રત્નોથી જડિત મુગટ પહેરાવ્યો. અધિક શું કહેવું ! જમાલીકુમારને ગૂંથેલી, વીંટેલી, પૂરેલી અને પરસ્પર સંઘાતથી તૈયાર કરેલી ચાર પ્રકારની માળાઓ ધારણ કરાવી. આ રીતે તેને કલ્પવૃક્ષ સમાન અલંકૃત અને વિભૂષિત કર્યો. ३६ तएणं से जमालिस्स खत्तियकुमारस्स पिया कोडुंबिय पुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! अणेगखंभसयसण्णिविटुं, लीलट्ठिय-सालभंजियागं जहा रायप्पसेणइज्जे विमाणवण्णओ जाव मणिरयण-घंटिया-जालपरिक्खित्तं पुरिससहस्सवाहिणिं सीयं उवट्ठवेह, उवट्ठवेत्ता मम एयमाणत्तियं पच्चप्पिणह । तएणं ते कोडुंबियपुरिसा जाव पच्चप्पिणति । तएणं से जमाली खत्तियकुमारे केसालंकारेणं, वत्थालंकारेणं, मल्लालंकारेणं, आभरणालंकारेणं चउव्विहेणं अलंकारेणं अलंकारिए समाणे पडिपुण्णालंकारे सीहासणाओ अब्भुट्टेइ, सीहासणाओ अब्भुट्टित्ता सीयं अणुप्पदाहिणी करेमाणे सीयं दुरूहइ, दुरूहित्ता सीहासणवरंसि पुरत्थाभिमुहे सण्णिसण्णे ।। શબ્દાર્થ - નીતષ્ક્રિયસત્તાનિયા - લીલાપૂર્વકની પૂતળીઓવાળી રીય અનુયાદિળી
રેમો = શિબિકાની પ્રદક્ષિણા કરતા સળિો = બેઠા સાdel૨ = કેશોની સજાવટ કરી, પુષ્પોથી કેશોની સજાવટ કરવી તે કેશાલંકાર વત્થાdજાર = વસ્ત્રોથી વિભૂષિત થવું તે વસ્ત્રાલંકાર મસ્તારંવાર = માળાઓથી વિભૂષિત થવું તે માલાલંકાર આમરણાર્તા = આભૂષણો પહેરવા તે આભરણાલંકાર. ભાવાર્થ:- ત્યાર પછી જમાલીકુમારના પિતાએ સેવક પુરુષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! સેંકડો સ્તંભોથી યુક્ત, લીલાપૂર્વકની પૂતળીઓથી યુક્ત ઇત્યાદિ રાજપ્રશ્રીયસૂત્રમાં વર્ણિત વિમાન સમાન યાવત મણિરત્નોની ઘંટડીઓથી યુક્ત, હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકા-પાલખી તૈયાર કરો, કરીને મને નિવેદન કરો. ત્યાર પછી તે સેવક પુરુષોએ તથા પ્રકારની શિબિકા તૈયાર કરીને નિવેદન કર્યું. ત્યાર પછી જમાલીકુમાર કેશાલંકાર, વસ્ત્રાલંકાર, માલાલંકાર અને આભરણાલંકાર, આ ચાર પ્રકારના અલંકારોથી અલંકૃત કરાયેલા અર્થાત્ પ્રતિપૂર્ણ અલંકૃત થઈને સિંહાસન પરથી ઉઠ્યા, દક્ષિણ તરફથી પ્રદક્ષિણા કરીને શિબિકા પર આરુઢ થયા અને શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વાભિમુખ બેઠા.