________________
| ૪૩૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ભાવાર્થ :- ત્યાર પછી જમાલી ક્ષત્રિયકુમારના પિતાએ સેવક પુરુષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીધ્ર આ ક્ષત્રિયકુંડ ગ્રામ નગરની બહાર અને અંદર પાણીનો છંટકાવ કરો, ઝાડુ કાઢીને જમીનને સાફ કરો, આંગણાને લીપો, ઇત્યાદિ ઔપપાતિક સૂત્રમાં કહ્યા અનુસાર યાવતું કાર્ય કરીને તે પુરુષોએ આજ્ઞા પાછી સોંપી.
ત્યાર પછી જમાલી ક્ષત્રિયકુમારના પિતાએ બીજીવાર સેવક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીધ્ર આ જમાલી ક્ષત્રિયકુમારના મહાન પ્રયોજનવાળા, મહામૂલ્ય, મહાપૂજ્ય(મહાન પુરુષોને યોગ્ય) અને વિપુલ નિષ્ક્રમણ-અભિષેકની તૈયારી કરો. સેવક પુરુષોએ તેની આજ્ઞાનુસાર કાર્ય કરીને આજ્ઞા પાછી સોંપી.
ત્યાર પછી જમાલી ક્ષત્રિયકુમારના માતાપિતાએ તેને ઉત્તમ સિંહાસન પર પૂર્વાભિમુખ બેસાડ્યો; બેસાડીને એકસો આઠ સુવર્ણ કળશો ઇત્યાદિથી રાજપ્રશ્નીય સૂત્રાનુસાર યાવતું એકસો આઠ માટીના કળશોથી સર્વ ઋદ્ધિ દ્વારા યાવત વાજિંત્રોના મોટા અવાજ સાથે તેનો મહાન નિષ્ક્રમણાભિષેક કરવા લાગ્યા.
મહાન નિષ્ક્રમણ અભિષેક કર્યા પછી જમાલીકુમારના માતા પિતાએ હાથ જોડીને તેને જય-વિજય શબ્દોથી વધાવ્યા. પછી તેઓએ તેને કહ્યું– “હે પુત્ર અમે તને શું આપીએ ? તારા માટે શું કાર્ય કરીએ? તારું શું પ્રયોજન છે?”
ત્યારે જમાલીકુમારે આ પ્રમાણે કહ્યું- હે માતા-પિતા ! હું કુત્રિકાપણમાંથી રજોહરણ અને પાત્ર મંગાવવા અને નાપિતને બોલાવવા ઈચ્છું છું. |३३ तएणं से जमालिस्स खत्तियकमारस्स पिया कोडुबियपुरिसे सदावेइ, सदावित्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! सिरिघराओ तिण्णि सयसहस्साइं गहाय दोहिं सयसहस्सेहिं कुत्तियावणाओ रयहरणं च पडिग्गहं च आणेह, सयसहस्सेणं कासवगं सद्दावेह । तएणं ते कोडुबियपुरिसा जमालिस्स खत्तियकुमारस्स पिउणा एवं वुत्ता समाणा हट्टतुट्ठ करयल जाव पडिसुणेत्ता खिप्पामेव सिरिघराओ तिण्णि सयसहस्साइं, तहेव जाव कासवगं सद्दावेति । ભાવાર્થ:- ત્યારે જમાલીકુમારના પિતાએ સેવક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યુંહે દેવાનુપ્રિયો ! લક્ષ્મી ભંડારમાંથી શીઘ્ર ત્રણ લાખ સોનૈયા લઈને, તેમાંથી બે લાખ સોનૈયા આપીને, કુત્રિકાપણમાંથી રજોહરણ અને પાત્ર મંગાવો અને એક લાખ સોનૈયા આપી હજામને બોલાવો. જમાલીકુમારના પિતાની ઉપર્યુક્ત આજ્ઞા સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયેલા સેવકોએ હાથ જોડીને સ્વામીના વચનનો સ્વીકાર કર્યો. શીધ્ર ભંડારમાંથી ત્રણ લાખ સોનૈયા કાઢીને કુત્રિકાપણમાંથી રજોહરણ અને પાત્ર મંગાવ્યા તથા હજામને બોલાવ્યો.