________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૩
| ૪૩૩ |
णालं दंसा, णालं मसगा, णालं वाइय-पित्तिय-सें भिय-सण्णिवाइए विविहरोगायके, परिस्सहोवसग्गे उदिण्णे अहियासित्तए । तं णो खलु जाया ! अम्हे इच्छामो तुब्भं खणमवि विप्पओगं, तं अच्छाहि ताव जाया ! जाव ताव अम्हे जीवामो; तओ पच्छा अम्हेहिं जाव पव्वइहिसि । શબ્દાર્થ:- જો સંવાતિ - સમર્થ ન થયા વિસપુતોમfહં - વિષયને અનુકૂળ વિડિજૂનાલ્ડંગ વિષયને પ્રતિકૂળ સંગમમયુયરાહિં સંયમમાં ભય અને ઉદ્વેગ કરનારી પરસોયામણા = પ્રતિશ્રોત ગમન કુતરો = દુસ્તર તિવમયથૅ = તીક્ષ્ણ ખડગાદિ પર ચાલવા સમાન રહ્યું છેષ્ય = ભારે શીલા ઉપાડવા સમાન વિધારે વર્ષ વરિયળ્યું = તલવારની ધાર પર ચાલવા સમાન સુદામુવિ = સુખને યોગ્ય વાતા = વાલ, સર્પાદિ સેંબિચ = શ્લેષ્મ સાિવાર્થ = સન્નિપાતજન્ય.
ભાવાર્થ:- જ્યારે જમાલીકમારના માતા-પિતા તેને વિષયાનુકુળ અનેક યુક્તિઓ, પ્રજ્ઞપ્તિઓ(વિશેષ કથન) સંજ્ઞપ્તિઓ(સંબોધનો) અને વિજ્ઞપ્તિઓ(પ્રેમ સહિતની પ્રાર્થનાઓ) દ્વારા, સામાન્યરૂપે સમજાવવામાં વિશેષ રૂપે સમજાવવામાં, સંબોધિત કરવામાં, પ્રેમપૂર્વક વિનંતિથી વિનવવામાં, કાલાવાલા દ્વારા સમજાવવામાં સમર્થન થયા, ત્યારે વિષયોને પ્રતિકૂળ સંયમમાં ભય તથા ઉદ્દેગ ઉત્પન્ન કરનારી યુક્તિઓથી આ પ્રમાણે કહેવા લાગ્યા- હે પુત્ર! નિગ્રંથ પ્રવચન સત્ય છે, અનુત્તર છે, અદ્વિતીય છે, આવશ્યક સૂત્રમાં કહ્યું છે તે પ્રમાણે તે પરિપૂર્ણ, ન્યાય યુક્ત, શુદ્ધ, શલ્યને કાપનાર, સિદ્ધિનો માર્ગ, મુક્તિનો માર્ગ, સર્વ દુઃખોનો અંત કરનાર છે. પરંતુ હે પુત્ર ! આ ધર્મ તીક્ષ્ણ દષ્ટિવાળા સર્પની જેમ દુગ્રંહ્ય, તીક્ષ્ણ શસ્ત્રની ધાર સમાન ભયજનક, લોખંડના ચણા ચાવવા સમાન દુષ્કર છે; રેતીના કવલ સમાન નિસ્વાદ છે; ગંગા મહાનદીના પ્રવાહની સન્મુખ જવા સમાન તથા મહા સમુદ્રને ભુજાઓથી તરવા સમાન છે. આ ધર્મ ખગ આદિની તીક્ષ્ણ ધાર પર ચાલવા સમાન દુષ્કર છે; મહાશિલાને ઉપાડવા સમાન છે. વ્રતનું આચરણ તલવારની તીક્ષ્ણ ધાર સમાન કઠિન છે. હે પુત્ર! શ્રમણ નિગ્રંથોને આ પ્રકારનો દોષયુક્ત આહાર કલ્પનીય નથી, યથા– (૧) આધાર્મિક (૨) ઔદેશિક (૩) મિશ્રજાત (૪) અધ્યવપૂરક (૫) પૂતિકર્મ (૬) ક્રીત (૭) પ્રામિત્ય (૮) આછેદ્ય (૯) અનિસૃષ્ટ (૧૦) અભ્યાહત (૧૧) કાન્તારભક્ત (૧૨) દુર્ભિક્ષભક્ત (૧૩) ગ્લાનભક્ત (૧૪) વાર્દશિકાભક્ત (૧૫) પ્રાપૂર્ણભક્ત (૧૬) શય્યાતરપિંડ અને (૧૭) રાજપિંડ; આ જ રીતે મૂળ, કંદ, ફળ, બીજ અને લીલી વનસ્પતિ વગેરે પણ અકલ્પનીય ભોજન પાન કરવું કલ્પતું નથી,
હે પુત્ર! તું સુખ-ભોગ ભોગવવાને યોગ્ય છે, દુઃખને યોગ્ય નથી. તું શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા, ચોર, વ્યાપદ(હિંસક સર્પ વગેરે) ડાંસ અને મચ્છરના ઉપદ્રવ; વાત, પિત, કફ અને સન્નિપાત સંબંધી અનેક પ્રકારના રોગ અને તે રોગજન્ય કષ્ટ તથા પરીષહ-ઉપસર્ગોને સહન કરવામાં સમર્થ નથી. હે પુત્ર! એક ક્ષણ માટે પણ અમે તારો વિયોગ ઇચ્છતા નથી. તેથી જ્યાં સુધી અમે જીવિત છીએ, ત્યાં સુધી તું ગૃહસ્થાવાસમાં રહીને, ભોગ ભોગવીને, અમારા કાલધર્મ પછી યાવતુ દીક્ષા લેજે.