________________
શતક-૯: ઉદ્દેશક-૩૩ .
૪૦૯
'શતક-૯ : ઉદ્દેશક-૩૩
કુંડગ્રામ
બાષભદત્ત અને દેવાનંદાનો પરિચય:| १ तेणं कालेणं तेणं समएणं माहणकुंडग्गामे णयरे होत्था, वण्णओ । बहुसालए चेइए, वण्णओ । तत्थ णं माहणकुंडग्गामे णयरे उसभदत्ते णामं माहणे परिवसइ । अड्डे, दित्ते, वित्ते जाव बहुजणस्स अपरिभूए, रिउव्वेद-जजुव्वेदसामवेद-अथव्वणवेद जहा खंदओ जाव अण्णेसु य बहुसु बंभण्णएसु णएसु सुपरिणिट्ठिए समणोवासए अभिगयजीवाजीवे, उवलद्धपुण्णपावे जाव अहापरिग्गहिएहिं तवोकम्मेहि अप्पाणं भावेमाणे विहरइ । तस्स णं उसभदत्तस्स माहणस्स देवाणंदा णामं माहणी होत्था सुकुमालपाणिपाया जाव पियदसणा, सुरूवा समणोवासिया अभिगयजीवाजीवा उवलद्धपुण्णपावा जाव विहरइ । तेणं कालेणं तेणं समएणं सामी समोसढे जाव परिसा पज्जुवासइ । ભાવાર્થ:- તે કાલે, તે સમયે બ્રાહ્મણ કુંડગ્રામ' નામનું નગર હતું. ત્યાં બહુશાલક નામનું ચેત્ય હતું. તેનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. તે બ્રાહ્મણકુંડ ગ્રામ નામના નગરમાં ‘ઋષભદત્ત' નામના બ્રાહ્મણ રહેતા હતા. તે ધનવાન, તેજસ્વી, પ્રસિદ્ધ યાવત્ અનેક પુરુષો દ્વારા અપરાભૂત હતા. તે ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં નિપુણ હતા.(શતક-૨/૧ માં કથિત) સ્કંદક તાપસની જેમ તે પણ બ્રાહ્મણોના અનેક નયોમાં શાસ્ત્રોમાં કુશળ હતા. તથા તે શ્રમણોના ઉપાસક, જીવાજીવાદિ તત્ત્વોના જાણકાર, પુણ્ય-પાપના જ્ઞાતા આદિ અનેક ગુણસંપન્ન હતા અને સ્વીકારેલા તપ કર્મથી આત્માને ભાવિત કરતા રહેતા હતા. તે ઋષભદત્ત બ્રાહ્મણને દેવાનંદા નામની ભાર્યા હતી. તેના હાથ પગ સુકુમાર હતા, યાવતું તેનું દર્શન પ્રિય હતું. તેનું રૂપ સુંદર હતું. તે શ્રમણોપાસિકા હતી. તે જીવાજીવાદિ તત્ત્વોની જ્ઞાતા તથા પુણ્ય પાપની જાણકાર હતી.(શ્રી ઋષભદત્ત દંપતિ વૈદિક મતાવલંબી હતા અને પાછળથી ભગવાન પાર્શ્વનાથની પરંપરાના મુનિવરો પાસે શ્રમણોપાસક બન્યા હતા.) તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. યાવત્ પરિષદ પ્રભુની પર્યુપાસના કરવા લાગી. વિવેચન :બ્રાહાકંડ :- “ક્ષત્રિયકુંડ'ની પાસેનો કોઈ કમ્બો હતો. બ્રાહ્મણોની વસ્તી અધિક હોવાથી તેનું નામ