________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩ર
૪૦૧ |
सओ वेमाणिया चयंति, णो असओ वेमाणिया चयंति ।।
से केणटेणं भंते ! एवं वुच्चइ जाव णो असओ वेमाणिया चयंति ?
गंगेया ! केवली णं पुरथिमेणं मियं पि जाणइ, अमियं पि जाणइ; एवं जहा सदुद्देसए जाव णिव्वुडे णाणे केवलिस्स; से तेणद्वेणं गंगेया ! एवं वुच्चइ- तं चेव जाव णो असओ वेमाणिया चयति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આપ સ્વયં આ રીતે જાણો છે, અથવા અસ્વયં જાણો છો, સાંભળ્યા વિના જાણો છો કે સાંભળીને જાણો છો કે– સત્ નૈરયિક ઉત્પન્ન થાય છે, અસત્ નહીં, યાવત્ સત્ વૈમાનિકોમાં ઉત્પન્ન થાય છે, અસતુ વૈમાનિકોમાં નહીં ?
ઉત્તર- હે ગાંગેય ! આ સર્વ વાતો હું સ્વયં જાણું છું, અસ્વયં નહીં, સાંભળ્યા વિના જ જાણું છું, સાંભળીને આ રીતે જાણતો નથી કે સત્ નૈરયિક ઉત્પન્ન થાય છે, અસત્ નૈરયિક નહીં, યાવત સત્ વૈમાનિકોમાંથી ચ્યવે છે અસત્ વૈમાનિકોમાંથી નહીં.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે આપ સ્વયં જાણો છો ઇત્યાદિ યાવત્ સત્ વૈમાનિકોમાંથી Àવે છે, અસતુ વૈમાનિકોમાંથી નહીં?
ઉત્તર- હે ગાંગેય ! કેવળજ્ઞાની પૂર્વ દિશામાં મિત (મર્યાદિત) પણ જાણે છે, અને અમિત (અમર્યાદિત) પણ જાણે છે, તે જ રીતે દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર આદિ દિશાઓમાં પણ જાણે છે વગેરે સંપૂર્ણ કથન 'શબ્દ' ઉદ્દેશક (શતક ૬૪)માં કહ્યા અનુસાર જાણવું જોઈએ, યાવતુ કેવળીનું જ્ઞાન નિરાવરણ હોય છે. તેથી તે ગાંગેય! હું કહું છું કે- હું સ્વયં જાણું છું ઇત્યાદિ યાવતુ અસત્ વૈમાનિકમાંથી ઉત્પન્ન થતા નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રભુની અતિશય જ્ઞાન સંપદાના વિષયમાં ગાંગેય અણગારે પ્રશ્ન પૂછયો છે. પ્રભુએ તેના પ્રત્યુત્તરમાં કહ્યું છે કે અનુમાનથી કે કોઈ પણ ઇન્દ્રિયોની સહાયતાથી અથવા આગમના માધ્યમથી જાણતો નથી, પરંતુ આત્મ પ્રત્યક્ષ-સકલ પારમાર્થિક પ્રત્યક્ષરૂપ કેવળજ્ઞાન દ્વારા સમસ્ત વસ્તુ સમૂહને એક સાથે હસ્તામલકવતું સાક્ષાત્ જાણું છું. આ રીતે પ્રભુએ કેવળજ્ઞાનનું સ્વરૂપ અને સિદ્ધાંત સ્પષ્ટ કર્યો છે. જીવની સ્વયં ઉત્પત્તિના કારણ:५७ सयं भंते ! णेरइया णेरइएसु उववज्जति, असयं णेरइया णेरइएसु उववज्जति?
__ गंगेया ! सयं णेरइया णेरइएसु उववजंति, णो असयं णेरइया णेरइए सु उववज्जति ।