________________
શતક-૯: ઉદ્દેશક-૩૨
| ૩૯૭ |
वणस्सइकाइया; सेसा जहा णेरइया जाव संतरं पि वेमाणिया उववज्जंति णिरंतरं पि वेमाणिया उववज्जति; संतरं पि णेरइया उव्वदृति, णिरंतरं पि णेरइया उव्वटुंति; एवं जाव थणियकुमारा । णो संतरं पुढविक्काइया उव्वदृति, णिरंतरं पुढविक्काइया उव्वदृति; एवं जाव वणस्सइकाइया, सेसा जहा रइया, णवरं जोइसिय-वेमाणिया चयंतीति अभिलावो जाव संतरं पि वेमाणिया चयंति, णिरंतरं पि वेमाणिया चयति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો સાન્તર (અત્તર સહિત) ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? અસુરકુમાર દેવો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? આ રીતે વૈમાનિક દેવ પર્યતના પ્રત્યેક દંડકના જીવો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ? નૈરયિકો સાન્તર ઉદ્વર્તી(નીકળે) છે કે નિરંતર, વાવ, વાણવ્યંતર દેવો સાન્તર ઉદ્વર્તે છે કે નિરંતર? જ્યોતિષી દેવો સાન્તર ચ્યવન કરે છે કે નિરંતર? અને વૈમાનિક દેવો સાન્તર ચ્યવન કરે છે કે નિરંતર ?
ઉત્તર- હે ગાંગેય ! નૈરયિકો સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે, થાવત્ સ્વનિતકુમાર દેવો સાત્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. પૃથ્વીકાયિક જીવો સાન્તર ઉત્પન્ન થતા નથી, નિરંતર ઉત્પન્ન થાય છે. આ જ રીતે યાવત્ વનસ્પતિકાયિક જીવો સાન્તર નહીં નિરંતર ઉત્પન્ન થાય છે. શેષ વૈમાનિક પર્યત સર્વ જીવો નૈરયિકોની સમાન સાત્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે.
નરયિક જીવો સાન્તર પણ ઉદ્વર્તે છે અને નિરંતર પણ ઉદ્વર્તે છે. આ જ રીતે યાવતુ સ્વનિતકુમારો સુધી કથન કરવું જોઈએ. પૃથ્વીકાયિક જીવો સાન્તર ઉદ્વર્તતા નથી, નિરંતર ઉદ્વર્તે છે. આ જ રીતે વનસ્પતિકાયિક જીવો સુધી કથન કરવું જોઈએ. શેષ સર્વ જીવોનું કથન નૈરયિકોની સમાન જાણવું જોઈએ. પરંતુ વિશેષતા એ છે કે જ્યોતિષી અને વૈમાનિકમાં ઉદ્વર્તન બદલે ચ્યવન કરે છે એ પ્રમાણે કથન કરવું થાવત વૈમાનિક દેવ સાન્તર પણ ચ્યવે છે અને નિરંતર પણ ચ્યવે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવોમાં ઉત્પાદ-ઉદ્ધવર્તન (ઉત્પત્તિ અને મરણ)ની અપેક્ષાએ જીવોની સાન્તરતા, નિરંતરતા સમજાવી છે. આ ઉદ્દેશકના પ્રારંભમાં પ્રવેશનક પ્રકરણની ઉત્થાનિકારૂપે સાન્તર-નિરંતર ઉત્પાદ્ અને ઉદ્વર્તનનું કથન છે.
ત્યાં પ્રારંભમાં પ્રત્યેક નૈરયિક આદિ જીવના ઉત્પાદ અને ઉદ્વર્તનાનું સાન્તરાદિ કથન છે અને અહીં નૈરયિકાદિ સર્વ જીવોના ઉત્પાદ અને ઉદ્વર્તનનું સમુદિત રૂપે કથન છે, પૂર્વ નારાવીન प्रत्येकमुत्पादस्य-सान्तरत्वादि निरुपित, तथैवोद्वर्तनायाः, इह तु नारकादि सर्व નવમેવાના સમવાયતઃ સમુવતયોવ વાતાવોકર્તનયોનિધ્યતે તિા (વૃત્તિ). તેથી વિષયની