________________
શ્રી ભગવતી સૂત્ર–૩
કોઈ જીવ અન્ય ગતિમાંથી મરીને દેવગતિમાં જન્મ ધારણકરે તેને દેવ પ્રવેશનક કહે છે. ભવનપતિ આદિ ચાર જાતિના દેવોની અપેક્ષાએ તેના ચાર પ્રકાર છે. તે સંબંધી ભંગોનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. દેવપ્રવેશનક પદ સંખ્યા – દેવના ચાર પ્રકાર હોવાથી તેની પદ સંખ્યાના પણ ચાર પ્રકાર થાય છે. યથા– અસંયોગી, દ્વિસંયોગી, ત્રિસંયોગી અને ચતુઃસંયોગી.
અસંયોગી પદ સંખ્યા ૪ :- (૧) ૧ (૨) ૨ (૩) ૩ (૪) ૪.
દ્વિસંયોગી પદ સંખ્યા- ૬ :- (૧) ૧-૨ (૨) ૧-૩ (૩) ૧-૪ (૪) ૨-૩ (૫) ૨-૪ (૬) ૩-૪. ત્રિસંયોગી પદ સંખ્યા ૪ :- (૧) ૧-૨-૩ (૨) ૧-૨-૪ (૩) ૧-૩-૪ (૪) ૨-૩-૪, ચતુઃસંયોગી પ સંખ્યા-૧ :- (૧) ૧-૨-૩-૪.
અહીં પ્રત્યેક અંક ક્રમશઃ ભવનપતિ આદિ દેવોની ચાર જાતિને ક્રમશઃ સૂચિત કરે છે. વિકલ્પ સંખ્યા :– જીવોની સંખ્યા અનુસાર ચાર સંયોગ સુધીના વિકલ્પો થાય છે.
એક જીવના પ્રવેશનક ભંગ- ૪ :- એક જીવ મરીને ચાર જાતિના દેવમાંથી કોઈ પણ દેવરૂપે ઉત્પન્ન થાય તો તેના અસંયોગી ચાર ભંગ થાય છે.
૩૯૪
બે જીવના પ્રવેશનક ભંગ- ૧૦ :- એક જીવની સમાન અસંયોગી ચાર ભંગ થાય છે. નિસંયોગી F ભંગ થાય છે. જેમાં બે જીવનો દ્વિસંયોગી એક જ વિકલ્પ થાય છે. યથા−(૧+૧ જીવ). આ એક વિકલ્પને તેની નિસંયોગી પદ સંખ્યા છે સાથે ગુણાતાં ૬ × ૧ – ૬ ભંગ થાય છે. આ રીતે બે જીવના અસંયોગી ભંગ ૪ અને દ્વિસંયોગી ભંગ - કુલ મળીને દશ ભંગ થાય છે.
=
ત્રણ જીવના પ્રવેશનક ભંગ- ૨૦ :– અસંયોગી ચાર ભંગ પૂર્વવત્ સમજવા.
·
તિસંયોગી ૧૨ ભંગ-ત્રણ જીવોના બે વિકલ્પ થાય છે. યથા– (૧–૨, ૨+૧). આ બે વિકલ્પને દ્વિસંયોગી પદ સંખ્યા ૐ સાથે ગુણતાં ૢ × ૨ - ૧૨ ભંગ થાય છે.
ત્રિસંયોગી ૪ ભંગ– ત્રણ જીવોના ત્રણ સંયોગી એક જ વિકલ્પ થાય છે. યથા– (૧+૧+૧). ત્રિસંયોગીની પદ સંખ્યા ૪ છે. યથા- ૧-૨-૩, ૧-૨-૪, ૧-૩-૪, ૨-૩-૪. આ ચાર પદને એક વિકલ્પથી ગુણતાં ૪×૧ = ૪ ભંગ થાય છે.
આ રીતે ત્રણ જીવના અસંયોગી ૪ + સિંયોગી ૧૨ + ત્રણ સંયોગી ૪ – ૨૦ ભંગ થાય છે.
=
ચાર જીવના પ્રવેશનક ભંગ ૩૫ :– અસંયોગી ચાર ભંગ પૂર્વવત્ જાણવા.
તિસંયોગી ૧૮ ભંગ- ચાર જીવોના દ્વિસંયોગી ત્રણ વિકલ્પ થાય છે. યથા- ૧+૩, ૨+૨, ૩+૧. દ્વિસંયોગી પદ સંખ્યા ૬ છે. તેથી ભંગ સંખ્યા ૬ × ૩ = ૧૮ થાય છે.