________________
૩૨
શ્રી ભગવતી સૂત્ર-૩
દેવ પ્રવેશનક:|४६ देवपवेसणए णं भंते ! कइविहे पण्णत्ते? गंगेया ! चउव्विहे पण्णत्ते, तंजहाभवणवासीदेवपवेसणए जाववेमाणियदेवपवेसणए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેવ પ્રવેશનકના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગાંગેય! ચાર પ્રકાર છે, યથા– (૧) ભવનવાસીદેવપ્રવેશનક (૨) વાણવ્યંતરદેવપ્રવેશનક (૩) જ્યોતિષીદેવપ્રવેશનક (૪) વૈમાનિક દેવપ્રવેશનક.
४७ एगे भंते ! देवे देवपवेसणएणं पविसमाणे किं भवणवासीसु होज्जा, वाणमंतर- जोइसियवेमाणिएसु होज्जा ?
गंगेया ! भवणवासीसु वा होज्जा, वाणमंतस्जोइसिय-वेमाणिएसु वा હોન્ના | ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એક દેવ, દેવપ્રવેશનક દ્વારા પ્રવેશ કરતા શું ભવનવાસી દેવોમાં ઉત્પન્ન થાય છે, વાણવ્યંતર દેવોમાં ઉત્પન્ન થાય છે, જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થાય છે, વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર– હે ગાંગેય ! તે ભવનવાસી દેવોમાં ઉત્પન્ન થાય છે, અથવા વાણવ્યંતર દેવોમાં, અથવા જ્યોતિષી દેવોમાં, અથવા વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે. ४८ दो भंते ! देवा देवपवेसणएणं, पुच्छा?
गंगेया ! भवणवासीसु वा होज्जा, वाणमंतर-जोइसिय-वेमाणिएसु वा होज्जा। अहवा एगे भवणवासीसु एगे वाणमंतरेसु होज्जा, एवं जहा तिरिक्खजोणियपवेसणए तहा देवपवेसणए वि भाणियव्वे जाव असंखेज्ज त्ति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! બે દેવ, દેવ પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતા, શું ભવનવાસી દેવોમાં ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર- હે ગાંગેય! તે બે દેવ, ભવનવાસી દેવોમાં, વાણવ્યંતર દેવોમાં, જ્યોતિષી દેવોમાં અથવા વૈમાનિકદેવોમાં ઉત્પન્ન થાય છે.
અથવા એક ભવનવાસી દેવોમાં ઉત્પન્ન થાય અને એક વાણવ્યંતર દેવોમાં ઉત્પન્ન થાય છે. જે રીતે તિર્યંચ પ્રવેશનક કહ્યો, તે રીતે દેવ પ્રવેશનકમાં પણ અસંખ્યાત દેવ પ્રવેશનક સુધી કહેવું જોઈએ. ४९ उक्कोसा भंते ! पुच्छा?