________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૨
| ૩૭૯ |
વાલુકાપ્રભા અને પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૭-૯) યાવતુ રત્નપ્રભા, વાલુકાપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧૦) અથવા રત્નપ્રભા, પંકપ્રભા અને ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. જે રીતે રત્નપ્રભાને છોડ્યા વિના ત્રણ નૈરયિક જીવોના ત્રિક સંયોગીભંગ કહ્યા છે, તે રીતે અહીં પણ કહેવું જોઈએ. યાવત્ (૧૫) રત્નપ્રભા, તમ પ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
ચતુઃસંયોગી ૨૦ ભંગ- (૧) રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે યાવત (૪) રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૫) રત્નપ્રભા, શર્કરા પ્રભા, પંકપ્રભા અને ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે, આ રીતે રત્નપ્રભાને છોડ્યાં વિના જે રીતે ચાર નૈરયિક જીવોના ચતુઃસંયોગી ભંગ કહ્યાં છે, તે જ રીતે અહીં પણ કહેવા જોઈએ. યાવતું (૨૦) રત્નપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
પિંચ સંયોગી ૧૫ ભંગ]- (૧) રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) રત્નપ્રભા યાવત્ પંકપ્રભા અને તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) રત્નપ્રભા થાવતું પંતપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૪) રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, ધુમપ્રભા, તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. રત્નપ્રભાને છોડ્યા વિના જે રીતે પાંચ નૈરયિક જીવોના પંચ સંયોગી ભંગ કહ્યા છે, તે જ રીતે અહીં પણ કહેવા જોઈએ. યાવતું (૧૫) રત્નપ્રભા, પંકપ્રભા યાવત્ અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
છિસંયોગી છ ભંગ]- (૧) રત્નપ્રભા, શર્કરા પ્રભા યાવત ધૂમપ્રભા અને તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) રત્નપ્રભા યાવત્ ધૂમપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૩) રત્નપ્રભા, શર્કરાપ્રભા યાવત્ પંકપ્રભા, તમ પ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૪) રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૫) રત્નપ્રભા, શર્કરા પ્રભા, પંકપ્રભા યાવતું અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૬) રત્નપ્રભા, વાલુકાપ્રભા યાવત્ અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
સિાતસંયોગી એક ભંગ]- રત્નપ્રભા, શર્કરા પ્રભા યાવતું અધઃસપ્તમ સુધી સર્વ નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. આ રીતે અસંયોગી એક ભંગથી સાત સંયોગી એક ભંગ સુધીના સર્વ ભંગ મળીને ઉત્કૃષ્ટ નરયિક પ્રવેશનકના ૧+૪+૧૫+૨૦+૧૫+૬+૧ = ૬૪ ભંગ થાય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઉત્કૃષ્ટ નૈરયિક પ્રવેશનકના ભંગોનું કથન છે. ઉત્કૃષ્ટ પ્રવેશનક:- ઉત્કૃષ્ટ એટલે એકજ નિશ્ચિત સંખ્યા. તે સંખ્યા અસંખ્યરૂપ છે. જ્યારે પણ ઉત્કૃષ્ટ સંખ્યારૂપ પ્રવેશનક હોય ત્યારે અસંખ્ય હોય છે અને મુખ્યતયા તે પ્રથમ નરકમાં હોય છે. કારણ કે પ્રથમ નરક વિના ઉત્કૃષ્ટ પ્રવેશનક થતો નથી. ઉત્કૃષ્ટ પ્રવેશનક સમયે પ્રથમ નરક સિવાય અન્ય નરકમાં