________________
૩૭૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
આ ૪૧ વિકલ્પોને સાત નરકની પાંચ સંયોગી પદ સંખ્યા ૨૧ સાથે ગુણતાં ૪૧ ૪ ૨૧ = ૮૧ ભંગ થાય છે. છસંયોગી ૩૫૭ ભંગ – સંખ્યાત જીવોના પૂર્વોક્ત ક્રમાનુસાર છસંયોગી ૫૧ વિકલ્પ થાય છે. તેને સાત નરકની છસંયોગી પૂર્વોક્ત પદ સંખ્યા સાત સાથે ગુણતા ૫૧ x ૭ = ૩૫૭ ભંગ થાય છે. સાતસંયોગી ૧ ભંગ – સંખ્યાત જીવોના પૂર્વોક્ત ક્રમાનુસાર સાતસંયોગી ૧ વિકલ્પ થાય છે. તેને સાત નરકની સપ્તસંયોગી પૂર્વોક્ત પદ સંખ્યા એક સાથે ગુણતાં ૬૧ x ૧ = ૬૧ ભંગ થાય છે.
આ રીતે સંખ્યાત નરયિક પ્રવેશનકના અસંયોગી ૭ ભંગ, દ્વિસંયોગી ૨૩૧ ભંગ, ત્રિ સંયોગી ૭૩૫ ભંગ, ચારસંયોગી ૧,૦૮૫ ભંગ, પાંચસંયોગી ૮૬૧ ભંગ, છસંયોગી ૩૫૭ ભંગ અને સાત સંયોગી ૧ ભંગ; આ સર્વ મળીને ૭+૩૧+૭૩૫+૧૦૮૫૫૮૧+૩૫૭૧=૩,૩૩૭ ભંગ થાય છે. અસંખ્યાત નૈરયિક પ્રવેશનક ભંગ - ३१ असंखेज्जा भंते ! णेरइया णेरइयप्पवेसणएणं पविसमणा किं रयणप्पभाए દો, પુછી ?
___ गंगेया ! रयणप्पभाए वा होज्जा जाव अहेसत्तमाए वा होज्जा । अहवा एगे रयणप्पभाए, असंखेज्जा सक्करप्पभाए होज्जा; एवं दुयासंजोगो जाव सत्तगसंजोगो य जहा संखेज्जाणं जीवाणं भणिओ तहा असंखेज्जाण वि भाणियव्वो । णवरं 'असंखेज्जाओ' अब्भहिओ भाणियव्वो, सेसं तं चेव जाव सत्तगसंजोगस्स पच्छिमो आलावगो- अहवा असंखेज्जा रयणप्पभाए असंखेज्जा सक्करप्पभाए जाव असंखेज्जा अहेसत्तमाए होज्जा ।। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! અસંખ્યાત નૈરયિક, નૈરયિક પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતાં શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર- હે ગાંગેય! તે રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે યાવત અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. અથવા એક રત્નપ્રભામાં અને અસંખ્યાત શર્કરાપ્રભામાં થાય છે. જે રીતે સંખ્યાત નૈરયિકોના દ્વિ સંયોગી થાવત્ સપ્તસંયોગી ભંગ કહ્યા, તે જ રીતે અસંખ્યાતના પણ કહેવા જોઈએ, પરંતુ વિશેષતા એ છે કે અહીં અસંખ્યાત' પદ અધિક કહેવું જોઈએ. શેષ સર્વ કથન પૂર્વોક્ત પ્રકારે જાણવું જોઈએ. તેનો અંતિમ સાત સંયોગી ભંગ આ પ્રમાણે છે- અસંખ્યાત રત્નપ્રભામાં, અસંખ્યાત શર્કરા પ્રભામાં યાવત અસંખ્યાત અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં અસંખ્યાત નૈરયિક પ્રવેશનકના અસંયોગી આદિ સમસ્ત ભંગોનું નિરૂપણ છે.