________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૨
૩૭૩ |
कमेणं तियासंजोगो, चउक्कसंजोगो जाव सत्तगसंजोगो य जहा दसण्हं जीवाणं तहेव भाणियव्वो। पच्छिमो आलावगो सत्तसंजोगस्स- अहवा संखेज्जा रयणप्पभाए, संखेज्जा सक्कर- प्पभाए जावसंखेज्जा अहेसत्तमाए होज्जा ।
ભાવાર્થ :- ત્રિસંયોગી ભંગ-૭૩૫ ]- (૧) એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને સંખ્યાત વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે; (૨) એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને સંખ્યાત પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે; આ રીતે યાવતુ એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને સંખ્યાત અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે; એક રત્નપ્રભામાં, બે શર્કરાપ્રભામાં અને સંખ્યાત વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. એક રત્નપ્રભામાં બે શર્કરાપ્રભામાં અને સંખ્યાત અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. એક રત્નપ્રભામાં, ત્રણ શર્કરાપ્રભામાં અને સંખ્યાત વાલુકાપ્રભમાં ઉત્પન્ન થાય છે. આ રીતે આ જ ક્રમથી એક-એકનૈરયિકનો અધિક સંચાર કરવો જોઈએ યાવતુ એક રત્નપ્રભામાં, સંખ્યાત શર્કરા પ્રભામાં અને સંખ્યાત વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. યાવતું એક રત્નપ્રભામાં, સંખ્યાત વાલુકાપ્રભામાં અને સંખ્યાત અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
અથવા બે રત્નપ્રભામાં, સંખ્યાત શર્કરા પ્રભામાં અને સંખ્યાત વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે, વાવ બે રત્નપ્રભામાં, સંખ્યાત શર્કરાપ્રભામાં અને સંખ્યાત તમતમામાં ઉત્પન્ન થાય છે. અથવા ત્રણ રત્નપ્રભામાં, સંખ્યાત શર્કરા પ્રભામાં, સંખ્યાત વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ ક્રમથી રત્નપ્રભામાં એક-એક નૈરયિકનો અધિક સંચાર કરવો જોઈએ. યાવત સંખ્યાત રત્નપ્રભામાં, સંખ્યાત શર્કરા પ્રભામાં અને સંખ્યાત અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને સંખ્યાત પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે યાવતુ એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને સંખ્યાત અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. અથવા એક રત્નપ્રભામાં, બે વાલુકાપ્રભામાં અને સંખ્યાત પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ ક્રમથી ત્રિસંયોગી, ચતુઃસંયોગી થાવ સાતસંયોગી ભંગોનું કથન, દશ નૈરયિક સંબંધી ભંગોની સમાન કરવું જોઈએ. અંતિમ સાતસંયોગી ભંગ આ પ્રમાણે છે– સંખ્યાત રત્નપ્રભામાં, સંખ્યાત શર્કરા પ્રભામાં યાવત સંખ્યાત અધઃ સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (અર્થાત્ અંતિમ સાત સંયોગી ભંગમાં સાતે ય નરકમાં એકી સાથે સંખ્યાત-સંખ્યાત નૈરયિક એક સમયમાં ઉત્પન્ન થાય છે.)
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સંખ્યાત નૈરયિક જીવોના સર્વ સંયોગી પ્રવેશનક ભંગોનું નિદર્શન છે. દશ સંખ્યા સુધીના કથન પછી ૧૧ થી શીર્ષપ્રહેલિકા સુધીની સંખ્યાને અહીં સંખ્યાત શબ્દમાં અંતર્ભાવિત કરી છે. અસંયોગી ૭ ભંગ :- પ્રત્યેક નરક સાથે સંખ્યાતનો સંયોગ થવાથી અસંયોગી સાત ભંગ થાય છે.