________________
શ્રુતશીલ સંપન્ન વ્યક્તિની ચૌભંગી દર્શાવી, જ્ઞાન-ક્રિયાનો પૂર્ણ સુમેળ-કર્મક્ષય કરવામાં કામયાબ નીવડે છે અને તે જ મોક્ષમાં પહોંચાડે છે. તેવી વાત કરી પુલી પુલ વચ્ચેના રહસ્યનો ઘટસ્ફોટ કર્યો છે. કુમારો! તમારે આ ઉદ્દેશક વાંચી શૈર્યતાપૂર્વક એક-એક ઉપાયનું અવગાહન કરતા રહેવું.
નિવમું શતક | રાત્રિ વ્યતીત થઈ પ્રભાત પાંગર્યું, બને કુમાર સાંતતા દેવીને પ્રણામ કરી પ્રાતઃકાર્ય પતાવી ભગવતી મૈયાની પ્રયોગ શાળામાં પહોંચી ગયા. જડ-ચેતનની પૃથકકરણની પદ્ધતિ પરિણમી ગઈ હતી.
નવમાં ખંડનું પ્રવેશ પત્ર મળી ગયું હતું. જેથી પ્રાર્થના કરી અદબવાળી માતાને પ્રણામ કરી વિનય સહ બોલ્યા- મૈયા ! આજના પ્રયોગો પ્રકાશો, શીવ્રતમ આનંદાનુભૂતિ પ્રગટે તેવા ઔષધોપચાર દર્શાવો.
[ભગવતી મૈયા] આ શતકખંડમાં(૩૪) પ્રયોગ છે. પહેલો પ્રયોગ જંબૂઢીપની ભૂગોળ, ખગોળ અને જ્યોતિષી વિષયક છે. પછીના પ્રયોગો અલગ અલગ વિષયના છે. પ્રયોગઃ ૧-૩૦ - સાંભળો કુમારો ! ભગવાન મહાવીર તદાકાળે મિથિલાનગરીમાં સમોસર્યા ત્યારે જંબૂદ્વીપ વિષયક અને રાજગૃહી નગરીના ગુણશીલ ઉધાનમાં સમોસર્યા ત્યારે ખગોળ જ્યોતિષી વિષયક ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યા હતા કે જંબૂઢીપ કેવો, કેવડો છે અને તેમાં શું છે? આ દરેક પ્રશ્નના ઉત્તરો ભગવાને સુમધુર માલકોશ રાગમાં આપ્યા હતા. જંબૂદ્વીપ લાખ યોજનાનો છે. તેની ધરતી પર ૧૪, ૫૬, ૦૦૦ (ચૌદ લાખ છપ્પન હજાર) નદીઓના નીર વહી રહ્યા છે. આ જંબુદ્વીપ અસંખ્યાત દ્વીપની મધ્યમાં છે. તેની મધ્યમાં મેરુ પર્વત છે. તેને ફરતા જ્યોતિષી દેવોના વિમાનો પ્રદક્ષિણા કરે છે. તેનો પ્રકાશ ઉપરથી નીચે આવે છે. બે સૂર્ય, બે ચંદ્ર, ૧૭૬ ગ્રહ, ૫૬ નક્ષત્ર અને ૧,૩૩,૯૫૦ ક્રોડાકોડી તારાનો સમૂહ પ્રકાશ પાથરી જંબૂદ્વીપની ધરતીને શોભાવી રહ્યા છે તથા લવણસમુદ્રમાં, ધાતકીખંડમાં, કાલોદધિમાં, અર્ધ પુષ્કરવર દ્વીપમાં; આ રીતે સંપૂર્ણ મનુષ્ય ક્ષેત્રમાં સૂર્ય ચંદ્ર પોતાના પરિવાર સહિત શોભ્યા હતા, શોભે છે અને શોભશે; છેક સ્વયંભૂરમણ સમુદ્ર સુધી જ્યોતિષી દેવો શોભા આપે છે. આ બે પ્રયોગ આ રીતે જાણવા. બાકીના ૨૮ પ્રયોગો અંતર દ્વીપના મનુષ્ય વિષયક છે. તેનો વિસ્તાર ઉદ્દેશકથી સમજવો.
37