________________
ચિત્તે સાંભળો.
એકદા પ્રભુ મહાવીર રાજગૃહ નગરના ઉધાનમાં સમોસર્યા, પ્રભુના સંતો પાસે અન્યતીર્થિકો આવ્યા. નિગ્રંથ મુનિવરોથી અજાણ અન્યતીર્થિક સંતોએ નિગ્રંથ મુનિવરો ઉપર આક્ષેપ મૂકતા કહ્યું– તમે અજ્ઞાની-અદત્ત લેનાર છો, અસંયત છો વગેરે.
આ વાત સાંભળી સ્થવિર ધ્યાનયોગી મહાત્માઓએ શાંત ચિત્તે ઉપરોક્ત આક્ષેપનું કારણ પૂછ્યું.
અન્યતીર્થિકોએ કારણ દર્શાવ્યા, નિગ્રંથ મુનિએ તેના યુક્તિ-પ્રયુક્તિ પ્રદર્શક સવાલના જવાબ આપ્યા તેમાં, અન્યતીર્થિકોની જ અજ્ઞાનતા અને અદાગ્રહણતા પ્રગટ કરી દીધી. કુમારો! ખરેખર તે વિચારણીય છે. તમારે તેને તીક્ષ્ણ પ્રજ્ઞા વડે જાણવા માટે ઉદ્દેશક ખોલીને વાંચવો અને જે ન સમજી શકો તેની નોંધ કરજો. પ્રયોગ: ૮:- ભગવતી મૈયા] કુમારો ! આ પ્રયોગમાં કષાયમાંથી ઉત્પન્ન થયેલા આવેશના વેગો શું-શું કરે છે તેની માત્રાનું વિજ્ઞાન પ્રભુએ દર્શાવ્યું છે.
કષાયની માત્રા જ્યારે માજા મૂકે છે ત્યારે આત્મા અંધ બની જાય છે અને તે ક્રોધી આત્મા આચાર્ય-ઉપાધ્યાય, સ્થવિર ભગવંતોના પ્રત્યેનીક બની જાય છે; તેઓના છિદ્ર શોધ્યા કરે છે; શત્રુતાની પરંપરામાં વૃદ્ધિ કરે છે; અનેક પ્રકારના પ્રત્યેનીક થવાના ભાવો ઊભા કરીને જ્ઞાન, દર્શન-ચારિત્રના પ્રત્યેનીક બની સંયમી જીવન હારી જાય છે. તેથી હે કુમારો! કષાયની ઉપશાંતિ કરી વ્યવહાર ધર્મને જાણીને જિનાજ્ઞા પાળવી.
સંપરાય ક્રિયાથી બંધાયેલા બંધની પરંપરા ક્યાં સુધીની છે, તેને આ ઉદ્દેશકમાંથી વાંચી, કર્મપ્રકૃતિના બંધ જાણવા; પરીષહ જીતવા; દર્શન મોહકાંક્ષા છોડવી; સૂર્ય-ચંદ્રના ભાવો જાણવા; ત્યારપછી આ બધું હેય છે, તેમ જાણી, બંધ વિચ્છેદ કરી, ઐર્યાપથિક ક્રિયામાં આવવું, સંપૂર્ણ ઘાતિ-અઘાતિ કર્મનો ક્ષય કરવો. આત્મા એક જ ઉપાદેય છે તેમ માની આત્માનું ધ્યાન ધ્યાવવું. પ્રયોગઃ ૯ - કુમારો ! આ પ્રયોગમાં બે પ્રકારના બંધ કહ્યા છે. પ્રયોગ બંધ અને વિસસા બંધ. તેનો વિસ્તાર આ ઉદ્દેશકથી જાણી લેવો. પ્રયોગ : ૧૦:- કુમારો ! આ ખંડનો છેલ્લો પ્રયોગ આરાધના વિષયક છે. અન્યતીર્થિકોની નિરપેક્ષ માન્યતાને પ્રભુએ મિથ્યા કહી સાપેક્ષ માન્યતાથી મૈત્રીજનક આરાધનાનો અનૂઠો ઉપાય આ ઉદ્દેશકમાં દર્શાવ્યો છે.
(36