________________
૩૬o |
શ્રી ભગવતી સૂત્ર-૩
આઠ નૈરયિક પ્રવેશનક ભંગ -
२६ अट्ठ भंते ! णेरइया णेरइयप्पवेसणएणं पविसमणा किं रयणप्पभाए होज्जा, પુછી ?
गंगेया ! रयणप्पभाए वा होज्जा जाव अहेसत्तमाए वा होज्जा । अहवा ए गे रयणप्पभाए सत्त सक्करप्पभाए होज्जा । एवं दुयासंजोगो जाव छक्कसंजोगो य जहा सत्तण्हं भणिओ तहा अट्ठण्ह वि भाणियव्वो, णवरं एक्केक्को अब्भहिओ संचारेयव्वो । सेसं तं चेव जाव छक्कसंजोगस्स-अहवा तिण्णि सक्करप्पभाए एगे वालुयप्पभाए जाव एगे अहेसत्तमाए होज्जा;
अहवा एगे रयणप्पभाए जाव एगे तमाए दो अहेसत्तमाए होज्जा; अहवा एगे रयणप्पभाए जाव दो तमाए एगे अहेसत्तमाए होज्जा । एवं संचारेयव्वं जाव अहवा दो रयणप्पभाए एगे सक्करप्पभाए जाव एगे अहेसत्तमाए होज्जा ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આઠનૈરયિક જીવો, નૈરયિક પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતાં શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગાંગેય! તે રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, યાવતું અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
અથવા એક રત્નપ્રભામાં અને સાત શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે, જે રીતે સાત નૈરયિકોના દ્રિ સંયોગી, ત્રિ સંયોગી, ચતુઃસંયોગીપંચ સંયોગી અને છ સંયોગી ભંગ કહ્યા છે, તે જ રીતે આઠનૈરયિકોના ભંગ કહેવા જોઈએ. પરંતુ વિશેષતા એ છે કે એક એક નૈરયિકનો અધિક સંચાર કરવો જોઈએ. શેષ સર્વ કથન છ સંયોગી સુધી પૂર્વોક્ત પ્રકારે કહેવું જોઈએ. અંતિમ ભંગ આ પ્રમાણે થાય છે–ત્રણ શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં યાવત્ એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
[સાત સંયોગી ભંગ-૭] (૧) એક રત્નપ્રભામાં યાવત્ એક તમઃ પ્રભામાં બે અધઃ સક્ષમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૨) એક રત્નપ્રભામાં વાવ બે તમ:પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં હોય છે. આ રીતે સર્વ સ્થાનોમાં સંચાર કરવો જોઈએ. (૩) એક રત્નપ્રભામાં વાવ બે ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં હોય છે. અથવા (૪) એક રત્નપ્રભામાં યાવતુ બે પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં ચાવતું એક અધઃસપ્તમ પૃથ્વીમાં હોય છે. (૫) એક રત્નપ્રભામાં ભાવતું બે વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં થાવ એક અધઃસપ્તમ પૃથ્વીમાં હોય છે. (૬) એક રત્નપ્રભામાં, બે શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં યાવતુ એક અધઃસપ્તમ પૃથ્વીમાં હોય છે. (૭) બે રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં યાવત એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.