________________
૩૪ર |
શ્રી ભગવતી સૂત્ર-૩
(૩૫) એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં, એક તમાસ્તમાં પૃથ્વીમાં (૫-૬-૭) ઉત્પન થાય છે.
(ધૂમપ્રભા પૃથ્વી સાથે ત્રિસંયોગી એક પદ થાય છે.)
(આ રીતે ત્રિસંયોગી કુલ ૧૫ + ૧૦ + + ૩ + ૧ = ૩૫ પદ સંખ્યા થાય છે.) વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ નૈરયિક જીવ પ્રવેશનકના કુલ ૮૪ ભંગ દર્શાવ્યા છે. જેમાં અસંયોગીના ૭, દ્વિક સંયોગીના ૪૨ અને ત્રિક સંયોગીના ૩પ ભંગ થાય છે.
અસંયોગીના ૭ ભંગ :- ત્રણે નરયિક એક સાથે સાત નરકમાંથી કોઈ પણ એક નરકમાં ઉત્પન્ન થાય છે. તેથી તેના સાત ભંગ બને છે.
હિસંયોગી ૪૨ ભંગ :- ત્રણ જીવોની દ્વિસંયોગી વિકલ્પ સંખ્યા-૨. જ્યારે ત્રણ જીવો બે નરકમાં ઉત્પન્ન થાય ત્યારે બે વિકલ્પ થાય છે. (૧) એક જીવ પહેલી નરકમાં અને બે જીવ બીજી નરકમાં (૧+૨) અથવા (૨) બે જીવ પહેલી નરકમાં અને એક જીવ બીજી નરકમાં (૨+૧) ઉત્પન્ન થાય છે. દ્વિસંયોગી પદ સંખ્યા ૨૧ને પૂર્વોક્ત સૂત્ર-૧ર પ્રમાણે જાણવી.
દ્વિસંયોગી ભંગ સંખ્યા-દ્વિસંયોગી પદ સંખ્યા ૨૧ ૪ વિકલ્પ સંખ્યા ૨ = ૪ર ભંગ થાય.
ત્રિસંયોગી ભંગ–૩૫ - ત્રણ જીવોની ત્રિસંયોગી વિકલ્પ સંખ્યા-૧.જ્યારે ત્રણે જીવો જુદી-જુદી ત્રણ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે ત્રિસંયોગી ભંગ થાય છે. જીવો ત્રણ છે અને તે ત્રણ નરકમાં ઉત્પન્ન થાય છે. તેથી ૧+૧+૧ આ એક જ વિકલ્પ થાય છે.
ત્રિસંયોગી પદ સંખ્યા–૩૫ ભાવાર્થથી સ્પષ્ટ છે.ત્રિસંયોગી પદ સંખ્યા-૩૫૪વિકલ્પ સંખ્યા-૧ = ૩૫ ભંગ થાય છે. આ રીતે ત્રણ જીવોના અસંયોગી–૭, દ્વિસંયોગી-૪૨, ત્રિસંયોગી–૩૫ = કુલ ૮૪ ભંગ થાય છે.
ચાર નૈરયિક પ્રવેશનક ભંગ:|१५ चत्तारि भंते ! णेरइया णेरड्यपवेसणएणं पविसमाणा किं रयणप्पभाए होज्जा, પુછ ?
गंगेया ! रयणप्पभाए वा होज्जा जाव अहेसत्तमाए वा होज्जा ।
अहवा एगेरयणप्पभाए तिण्णि सक्करप्पभाए होज्जा, अहवा एगेरयणप्पभाए तिण्णि वालुयप्पभाए होज्जा, एवं जाव अहवा एगे रयणप्पभाए तिण्णि अहेसत्तमाए