________________
શ્રી ભગવતી સૂત્ર–૩
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તે અવધિજ્ઞાનીને કેટલા અધ્યવસાય હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! તેને અસંખ્યાત અધ્યવસાય હોય છે. ત્યાર પછીનું સર્વ વર્ણન અસોચ્ચા કેવળીમાં કહ્યા અનુસાર જાણવું યાવત્ તેને કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થાય છે.
૩૨૪
४५ से णं भंते ! केवलिपण्णत्तं धम्मं आघवेज्ज वा पण्णवेज्ज वा परूवेज्ज वा ? हंता गोयमा ! आघवेज्ज वा पण्णवेज्ज वा परूवेज्ज वा ।
ભાવાર્થ:. :- પ્રશ્ન- હે ભગવન્ ! તે સોચ્યા કેવળી, કેવળી પ્રરૂપિત ધર્મ કહે છે, બતાવે છે, પ્રરૂપણા કરે છે ? ઉત્તર– હા, ગૌતમ ! તે કેવળી પ્રરૂપિત ધર્મ કહે છે, બતાવે છે અને પ્રરૂપણા કરે છે.
४६ से णं भंते ! पव्वावेज्ज वा मुंडावेज्ज वा ? हंता गोयमा ! पव्वावेज्ज वा मुंडावेज्ज वा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તે કોઈને પ્રવ્રુજિત કરે છે, મુંડિત કરે છે ? ઉત્તર– હા ગૌતમ ! તે કોઈને પ્રવ્રુજિત કરે છે, મુંડિત કરે છે.
४७ तस्स णं भंते ! सिस्सा वि पव्वावेज्ज वा मुंडावेज्जा वा ? हंता गोयमा ! पव्वावेज्ज वा मुंडावेज्ज वा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે સોચ્યા કેવળીના શિષ્ય પણ કોઈને પ્રવ્રુજિત કરે છે, મુંડિત કરે છે ? ઉત્તર– હા, ગૌતમ ! તેના શિષ્ય પણ કોઈને પ્રવ્રુજિત કરે છે, મુંડિત કરે છે.
४८ तस्स णं भंते ! पसिस्सा वि पव्वावेज्ज वा मुंडावेज्ज वा ? हंता गोयमा! पव्वावेज्ज वा मुंडावेज्जा वा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે સોચ્યા કેવળીના પ્રશિષ્ય પણ પ્રવ્રુજિત કરે છે, મુંડિત કરે છે ? ઉત્તર– હા, ગૌતમ ! તેના પ્રશિષ્ય પણ પ્રવ્રુજિત કરે છે, મુંડિત કરે છે.
४९ से णं भंते! सिज्झइ जाव सव्वदुक्खाणं अंतं करेइ ? हंता गोयमा ! सिज्झइ जाव सव्वदुक्खाणं अंतं करेइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે સોચ્યા કેવળી સિદ્ધ થાય છે યાવત્ સમસ્ત દુઃખોનો અંત કરે છે ? ઉત્તર– હા ગૌતમ ! તે સિદ્ધ થાય છે યાવત્ સમસ્ત દુઃખોનો અંત કરે છે.
५० तस्स णं भंते ! सिस्सा वि सिज्झति जाव सव्वदुक्खाणं अंतं करेंति ? हंता गोयमा ! सिज्झति जाव सव्वदुक्खाणं अंत करेंति ।