________________
શતક-૮: ઉદ્દેશક-૧૦
| ૨૯૧ |
સંયોગથી પુરુષને ક્રમશઃ ઘટી, પટી, દંડી કહેવાય છે. તે જ રીતે ઇન્દ્રિયરૂપ પુદ્ગલના સંયોગથી ઔધિક જીવને અને ચોવીસ દંડકના જીવને પુદ્ગલી કહેવાય છે. સિદ્ધ જીવ પાસે ઇન્દ્રિયરૂપ પુદ્ગલ નથી, તેથી તેને પુદ્ગલી હોવાનો સૂત્રમાં નિષેધ છે. પરંતુ સિદ્ધના જીવ શુદ્ધ પર્યાયયુક્ત દ્રવ્ય છે. તેના અનંત ગુણોમાં ષસ્થાન હાનિવૃદ્ધિ થાય છે; તેથી તેને પુલ કહે છે.
આ રીતે પ્રસ્તુત સૂત્રમાં ઇન્દ્રિયરૂપ પુદ્ગલ દ્રવ્યના સંયોગથી સંસારી જીવને “પુદ્ગલી' અને શુદ્ધ પર્યાય યુક્ત દ્રવ્ય હોવાથી સિદ્ધ જીવને “પુગલ' સંજ્ઞા આપી છે.
છે શતક ૮/૧૦ સંપૂર્ણ છે. | શતક - ૮ સંપૂર્ણ છે.