________________
૨૯૦ ]
શ્રી ભગવતી સત્ર-૩
છે અને પુદ્ગલ પણ છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જીવ પુદ્ગલી પણ છે અને પુદ્ગલ પણ છે?
ઉત્તર– ગૌતમ! જે પુરુષ પાસે છત્ર હોય તેને છત્રી, દંડ હોય તેને દંડી, ઘટ હોય તેને ઘટી, પટ હોય તેને પટી, કર હોય તેને કરી કહેવાય છે, હે ગૌતમ! તે જ રીતે જીવ શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય (રૂપ પગલવાળો હોવા)ની અપેક્ષાએ '
પુલી' કહેવાય છે તથા સ્વયં જીવની અપેક્ષાએ પુદ્ગલ કહેવાય છે. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કે જીવ પુદ્ગલી પણ છે અને પુદ્ગલ પણ છે. ४६ णेरइए णं भंते ! किं पोग्गली, पोग्गले ? गोयमा ! एवं चेव । एवं जाव वेमाणिए, णवर जस्स जइ इदियाइ तस्स तइ वि भाणियव्वाई।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મૈરયિક જીવ પુદ્ગલી છે કે પુદ્ગલ? ઉત્તર- હે ગૌતમ! ઉપરોક્ત સૂત્રની જેમ અહીં પણ કથન કરવું જોઈએ. અર્થાતુ નૈરયિક જીવ પુગલી પણ છે અને પુદ્ગલ પણ છે, તે જ રીતે વૈમાનિક પર્યત કથન કરવું જોઈએ. |४७ सिद्धे णं भंते ! किं पोग्गली, पोग्गले ? गोयमा ! णो पोग्गली, पोग्गले ।
से केणटेणं भंते ! एवं वुच्चइ- सिद्धे णो पोग्गली पोग्गले ? गोयमा ! जीवं पडुच्च । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ-सिद्धे णो पोग्गली, पोग्गले ॥ સેવં ભલે ! તેવું મને ! | ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સિદ્ધ જીવ પુગલી છે કે પુદ્ગલ? ઉત્તર- હે ગૌતમ! સિદ્ધ જીવ પુદ્ગલી નથી પરંતુ પુલ છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે સિદ્ધ જીવ પુદ્ગલી નથી પુદ્ગલ છે?
ઉત્તર-હે ગૌતમ! જીવની અપેક્ષાએ સિદ્ધ જીવ પુદ્ગલ છે. તેથી એ પ્રમાણે કહ્યું છે કે સિદ્ધ જીવ પુલી નથી, પુલ છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .. વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં ક્રમશઃ સમુચ્ચય જીવ, ચોવીસ દંડકના જીવો અને સિદ્ધના જીવને પુગલી કે પુદ્ગલ હોવાના સંબંધમાં વિચારણા કરી છે.
પુદ્ગલ અને પુદ્ગલીની વ્યાખ્યા - જે પૂરણ–ગલનના સ્વભાવવાળું અથવા અનંતગુણ હાનિવૃદ્ધિવાળું હોય તેને પુદ્ગલ કહેવાય અને જેમાં પુદ્ગલ હોય તેને પુદ્ગલી કહેવાય છે. પ્રસ્તુત પ્રકરણમાં શ્રોતેન્દ્રિય આદિ પુદ્ગલરૂપ ઇન્દ્રિય જેની પાસે હોય તેને પુદ્ગલી કહ્યું છે. જેમ કે– ઘટ, પટ, દંડ આદિના