________________
૨૮૪ |
શ્રી ભગવતી સૂત્ર-૩
કર્મસ્કંધ અનંત જ્ઞાનગુણને આચ્છાદિત કરે છે તેથી તેના અનંત અવિભાગ પરિચ્છેદ થાય છે. આ રીતે આઠે કર્મોના અનંત અવિભાગ પરિચ્છેદ થાય છે. સંસારી જીવ કર્મ વગણાથી આબદ્ધ :- મનુષ્ય સિવાય સમસ્ત સંસારી જીવ આઠે કર્મ પ્રવૃતિઓના અનંત અનંત કર્મ પરમાણુઓથી આબદ્ધ(યુક્ત) હોય છે તથા તેનાથી આવેષ્ટિત (સામાન્યરૂપે આવરિત) પરિવેષ્ટિત (ગાઢ આવરણથી આવરિત) હોય છે.
સમુચ્ચય જીવને કર્મનું બંધન વિકલ્પ હોય છે કારણ કે સંસારી જીવ કર્મસહિત છે પરંતુ સિદ્ધના જીવ સર્વ કર્મ બંધનથી મુક્ત હોય છે.
મનુષ્યને ઘાતકર્મનું બંધન વિકલ્પ હોય છે કારણ કે કેવળી ભગવાન ચાર ઘાતકર્મના બંધનથી મુક્ત હોય છે અને તેઓ ચાર અઘાતી કર્મના બંધનથીયુક્ત હોય છે તેથી સૂત્રમાં મનુષ્યને અઘાતી કર્મની અપેક્ષાએ નારીની સમાન કહ્યા છે. કર્મોનો પારસ્પરિક સંબંધ -
३१ जस्स णं भंते ! णाणावरणिज्जं तस्स दरिसणावरणिज्जं; जस्स दसणावरणिज्ज तस्स णाणावरणिज्ज?
गोयमा ! जस्स णं णाणावरणिज्जं तस्स दंसणावरणिज्जं णियम अत्थि, जस्स णं दरिसणावरणिज्ज तस्स वि णाणावरणिज्ज णियम अस्थि ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જેને જ્ઞાનાવરણીય કર્મ હોય છે, તેને દર્શનાવરણીય કર્મ હોય છે અને જેને દર્શનાવરણીય કર્મ હોય છે, તેને જ્ઞાનાવરણીય કર્મ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! જેને જ્ઞાનાવરણીય કર્મ છે, તેને નિયમા દર્શનાવરણીય કર્મ પણ હોય છે અને જેને દર્શનાવરણીય કર્મ હોય છે, તેને જ્ઞાનાવરણીય કર્મ પણ નિયમા હોય છે. ३२ जस्स णं भंते ! णाणावरणिज्जं तस्स वेयणिज्जं, जस्स वेयणिज्जं तस्स णाणावरणिज्ज?
गोयमा ! जस्स णाणावरणिज्जं तस्स वेयणिज्जं णियमं अत्थि, जस्स पुण वेयणिज्ज तस्स णाणावरणिज्ज सिय अत्थि सिय णत्थि । ભાવાર્થ - પ્રશ્ન– હે ભગવન્! જેને જ્ઞાનાવરણીય કર્મ હોય છે, તેને વેદનીય કર્મ હોય છે અને જેને વેદનીય કર્મ હોય છે, તેને જ્ઞાનાવરણીય કર્મ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! જેને જ્ઞાનાવરણીય કર્મ હોય છે. તેને નિયમા વેદનીય કર્મ હોય છે અને જેને