________________
શતક–૮ : ઉદ્દેશક-૧૦
૨૮૩
અવિભાગ પરિચ્છેદોથી આવેષ્ટિત-પરિવેષ્ટિત હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે નિયમા અનંત અવિભાગ પરિચ્છેદોથી આવેષ્ટિત-પરિવેષ્ટિત હોય છે. જે રીતે નૈરયિક જીવના વિષયમાં કહ્યું, તે જ રીતે વૈમાનિક પર્યંત કહેવું જોઈએ. પરંતુ મનુષ્યનું કથન સમુચ્ચય (સામાન્ય)જીવની જેમ કરવું જોઈએ.
३० एगमेगस्स णं भंते ! जीवस्स एगमेगे जीवपएसे दरिसणावरणिज्जस्स कम्मस्स केवइएहिं अविभाग पलिच्छेदेहिं आवेढिय परिवेढिए ?
गोया ! एवं जहेव णाणावरणिज्जस्स तहेव दंडगो भाणियव्वो जाव वेमाणियस्स । एवं जाव अंतराइयस्स भाणियव्वं; णवरं वेयणिज्जस्स, आउयस्स, णामस्स, गोयस्स; एएसिं चउण्ह वि कम्माणं मणुस्सस्स जहा रइयस्स तहा भाणियव्वं, सेसं तं चेव ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પ્રત્યેક જીવનો પ્રત્યેક જીવપ્રદેશ, દર્શનાવરણીય કર્મના કેટલા અવિભાગ પરિચ્છેદોથી આવેષ્ટિત-પરિવેષ્ટિત છે ?
ઉત્તર– હે ગૌતમ ! નિયમા અનંત અવિભાગ પરિચ્છેદોથી પરિવેષ્ટિત હોય છે. આ રીતે વૈમાનિક પર્યંત જાણવું. મનુષ્યનું કથન સમ્મુચય જીવની સમાન જાણવું. જે રીતે જ્ઞાનાવરણીય કર્મના વિષયમાં સૂત્રાલાપક કહ્યો છે, તે જ રીતે સર્વ કર્મના વિષયમાં વૈમાનિક પર્યંત કહેવું જોઈએ, પરંતુ વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર; આ ચાર કર્મોના વિષયમાં જે રીતે નૈરયિક જીવોનું કથન કર્યું છે, તે રીતે મનુષ્યને માટે પણ કહેવું જોઈએ. શેષ વર્ણન જ્ઞાનાવરણીય કર્મની સમાન જાણવું જોઈએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં આઠ કર્મ પ્રકૃતિઓ, તેનાથી બદ્ધ સમસ્ત સંસારી જીવ અને આઠે કર્મ પ્રકૃતિઓના અવિભાગ પરિચ્છેદનું કથન કર્યું છે.
અવિભાગ પરિચ્છેદ ઃ– પરિચ્છેદનો અર્થ છે– અંશ. જે વિભાગ સહિત હોય તેને પરિચ્છેદ કહે છે અને કેવળજ્ઞાનીની પ્રજ્ઞા દ્વારા પણ જેનો વિભાગ ન થઈ શકે તેવા સૂક્ષ્મ(નિરંશ) અંશ તે અવિભાગ પરિચ્છેદ કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કર્મદલિકોની અપેક્ષાએ પરમાણુ રૂપ નિરંશ વિભાગ અવિભાગ પરિચ્છેદ કહેવાય છે.
જ્ઞાનાવરણીય કર્મના અનંત અવિભાગ પરિચ્છેદ ઃ– જ્ઞાનાવરણીય કર્મ પૌદ્ગલિક સ્કંધરૂપ છે. તે કર્મસ્કંધ અનંત પ્રદેશી છે. તે કર્મસ્કંધની અપેક્ષાએ અનંત છે. જ્ઞાનના વિષયભૂત જ્ઞેય પદાર્થ અનંત છે તેથી જ્ઞાનના અનંત ભેદ થાય છે અને તેને આવરણ કરનાર કર્મના પણ અનંત ભેદ છે. આ રીતે અનંત