________________
શતક-૮: ઉદ્દેશક-૧૦
૨૭૫
થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે?
ઉત્તર- હે ગૌતમ! કેટલાક જીવો બે ભવ(મનુષ્યના) કરીને સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે, તે ત્રીજા ભવનું અતિક્રમણ કરતા નથી અર્થાત્ ઉત્કૃષ્ટ ત્રીજે ભવે નિશ્ચિત રૂપે મુક્ત થાય છે. १२ मज्झिमियं णं भंते !दसणाराहणं आराहेत्ता कइहिं भवग्गहणेहिं सिज्झइ जाव सव्वदुक्खाणं अंतं करेइ ?
गोयमा ! जहेव मज्झिमिया णाणाराहणा तहेव मज्झिमिया दसणाराहणा वि। एवं मज्झिमियं चरित्ताराहणं पि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે જીવ મધ્યમ દર્શનની આરાધના કરે છે, તે કેટલા ભવ કરીને સિદ્ધ થાય છે યાવતું દુઃખોનો અંત કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે મધ્યમ જ્ઞાન આરાધનાના વિષયમાં કહ્યું, તે રીતે મધ્યમ દર્શન આરાધના અને મધ્યમ ચારિત્ર આરાધનાના વિષયમાં કહેવું જોઈએ. १३ जहणियं णं भंते ! णाणाराहणं आराहेत्ता कइहिं भवग्गहणेहिं सिज्जइ जाव सव्वदुक्खाणं अंतं करेइ ? ___ गोयमा ! अत्थेगइए तच्चेणं भवग्गहणेणं सिज्झइ जाव सव्वदुक्खाणं अंतं करेइ; सत्तट्ठ भवग्गहणाई पुण णाइक्कमइ । एवं दसणाराहणं पि, एवं चरित्ताराहणं पि ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે જીવ જ્ઞાનની જઘન્ય આરાધના કરે છે, તે કેટલા ભવ કરીને સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે ?
ઉત્તર- હે ગૌતમ ! કેટલાક જીવો ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે યાવત સર્વ દુઃખનો અંત કરે છે પરંતુ સાત-આઠ ભવનું અતિક્રમણ કરતા નથી. આ રીતે જઘન્ય દર્શન આરાધના અને જઘન્ય ચારિત્ર આરાધનાના વિષયમાં પણ જાણવું જોઈએ. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં રત્નત્રયીની આરાધનાનું ફળ પ્રદર્શિત કર્યું છે.
ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના કરનાર સાધક ઉત્કૃષ્ટ ચારિત્રનું પાલન કરીને તે જ ભવમાં સિદ્ધ થાય છે અને કેટલાક જીવો બીજા ભવમાં અર્થાત્ વચ્ચે એક દેવ ભવ કરીને બીજો મનુષ્યભવ પ્રાપ્ત કરીને સિદ્ધ થાય છે. કેટલાક જીવો ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના સાથે મધ્યમ ચારિત્રારાધના કરે છે, કેટલાક જીવો ઉત્કૃષ્ટ ચારિત્રારાધના કરે છે પરંતુ કર્મો શેષ રહે તો કલ્પપપન્ન અથવા કલ્પાતીત દેવ થાય છે.