________________
શતક-૮: ઉદ્દેશક-૯
| ૨૫૧ |
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આયુષ્ય કર્મના દેશબંધક અને અબંધક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! આયુષ્ય કર્મના દેશબંધક જીવ સર્વથી થોડા છે, તેનાથી અબંધક જીવ સંખ્યાત ગુણા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કાર્મણ શરીર પ્રયોગબંધનું સ્વરૂપ, તેના ભેદ-પ્રભેદ, સ્થિતિકાલ, અંતર અને અલ્પ- બહુત્વનું નિરૂપણ કર્યું છે. કાર્પણ શરીર પ્રયોગ બંધ ભેદ-પ્રભેદ :- આઠ પ્રકારના કર્મોના પિંડને કાર્પણ શરીર કહે છે. તેના નિમિત્તથી થતા બંધને કાર્મણ શરીરપ્રયોગ બંધ કહે છે. તેના જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકાર છે. આઠ કર્મબંધના કારણો -
(૧) જ્ઞાનાવરણીયકર્મ બંધના કારણો– જ્ઞાનાવરણીય કર્મબંધ જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો તે ત્રણેના નિમિત્તે થાય છે. જિન પ્રરૂપિત આગમજ્ઞાન, શ્રુતજ્ઞાન અથવા અતીન્દ્રિય અવધિ, મન:પર્યવ કે કેવળજ્ઞાનના વિષયમાં શંકા કરવી, તેનો વિરોધ કરવો વગેરે. તે જ્ઞાનના ધારક જ્ઞાની પુરુષ પ્રતિ શ્રદ્ધા, બહુમાન કે આદર ભાવ ન રાખવો. જ્ઞાન પ્રાપ્તિના સાધનોનું યથાયોગ્ય સન્માન ન કરવું. આ રીતે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો પ્રતિ વિરુદ્ધ આચરણ કરવું, તેનો અપલાપ કરવો, જ્ઞાન પ્રાપ્તિમાં અંતરાય કરવી વગેરે સૂત્રોક્ત છ કારણોથી જ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય છે. (૨) દર્શનાવરણીયકર્મ બંધના કારણો– (૧) દર્શન પ્રત્યેનીકતા- ચક્ષુદર્શન આદિ ચાર દર્શન કે દર્શનના ધારક વ્યક્તિ પ્રતિ વિરુદ્ધ આચરણ કરવું. (૨) દર્શન અપલાપ- દર્શન અને દર્શનના ધારક વ્યક્તિના ઉપકારને ભૂલીને તેનો અપલાપ કરવો. (૩) દર્શન અંતરાય- દર્શનના ધારક વ્યક્તિને કોઈ પણ પ્રકારે દર્શન પ્રાપ્તિમાં અંતરાય કરવી. (૪) દર્શન પ્રષ- દર્શન, દર્શનના ધારક વ્યક્તિ કે દર્શન પ્રાપ્તિના સાધનો પર દ્વેષ રાખવો. (૫) દર્શન અશાતના- દર્શન, દર્શનના ધારક વ્યક્તિને કોઈપણ પ્રકારે અશાતના કરવી. (૬) દર્શન વિસંવાદન યોગ- દર્શનના ધારક વ્યક્તિ સાથે ખોટા ઝગડા કે વિખવાદ કરવા. આ જ કારણે દર્શનાવરણીય કર્મબંધ થાય છે. (૩) વેદનીયકર્મ બંધના કારણો– વેદનીય કર્મના બે ભેદ છે– શાતા વેદનીય અને અશાતા વેદનીય. શાતા વેદનીય કર્મબંધના ૧૦ કારણો છે. યથા– (૧) પ્રાણી પર અનુકંપા કરવાથી (૨) ભૂતો પર અનુકંપા કરવાથી (૩) જીવો પર અનુકંપા કરવાથી (૪) સન્દ પર અનુકંપા કરવાથી. (૫) સવે પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોને દુઃખ ન દેવાથી (૬) જીવોને શોક ઉત્પન્ન ન કરવાથી (૭) ચિંતા, આંસુ, વિષાદ અથવા ખેદ ઉત્પન્ન ન કરવાથી (૮) વિલાપ અને રૂદન કરાવીને આંસુ ન પડાવવાથી (૯) મારપીટ ન કરવાથી (૧૦) પરિતાપ ન આપવાથી. સંક્ષેપમાં અન્ય જીવોને શાતા પમાડવાથી શાતા વેદનીયકર્મ બંધાય છે.
અશાતા વેદનીય કર્મબંધના ૧૨ કારણો છે. યથા– (૧) અન્ય જીવોને દુઃખ દેવાથી (૨) અન્યને