________________
[ ૨૫૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
ઉત્તર- હે ગૌતમ! તેનો દેશબંધ થાય છે. સર્વ બંધ થતો નથી, આ રીતે અંતરાય કાર્પણ શરીર પ્રયોગ બંધ સુધી જાણવું જોઈએ કે તેનો દેશ બંધ થાય, સર્વ બંધ થતો નથી. |९० णाणावरणिज्ज-कम्मासरीरप्पओगबंधे णं भंते ! कालओ केवच्चिरं होइ ?
गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा- अणाईए अपज्जवसिए एवं जहा तेयगस्स संचिट्ठणा तहेव, एवं जाव अंतराइयस्स । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીય કાર્મણ શરીર પ્રયોગ બંધ કેટલા કાલ સુધી રહે છે?
ઉત્તર– હે ગૌતમ! જ્ઞાનાવરણીય કાર્મણ શરીર પ્રયોગ બંધના બે પ્રકાર છે. યથા– (૧) અનાદિ અપર્યવસિત અને અનાદિ સપર્યવસિત. જે રીતે તૈજસ શરીરની સ્થિતિકાલ કહ્યો, તે રીતે અહીં પણ કહેવું જોઈએ, અંતરાય કર્મના સ્થિતિકાલ સુધી કહેવું જોઈએ. |९१ णाणावरणिज्जकम्मासरीरप्पओग बंधतरं णं भंते ! कालओ केवच्चिर होइ?
गोयमा ! अणाईयस्स अपज्जवसियस्स णत्थि अंतरं । एवं जहा तेयगसरीरस्स अंतरं तहेव । एवं जाव अंतराइयस्स । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! જ્ઞાનાવરણીય કાર્પણ શરીર પ્રયોગ બંધનું અંતર કેટલા કાલનું છે?
ઉત્તર- હે ગૌતમ ! જ્ઞાનાવરણીય કાર્પણ શરીર પ્રયોગ બંધ અનાદિ અનંત હોવાથી તેનું અંતર હોતું નથી. આ રીતે જેમ તૈજસ શરીર પ્રયોગ બંધના અંતરના વિષયમાં કહ્યું, તેમ અહીં પણ સમજવું જોઈએ યાવત્ અંતરાય કાર્મણ શરીર પ્રયોગ બંધના અંતર સુધી જાણવું જોઈએ. ९२ एएसिणं भंते ! जीवाणं णाणवरणिज्जस्स कम्मस्स देसबंधगाणं, अबंधगाण य कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा?
गोयमा ! अप्पाबहुगं जहा तेयगस्स । एवं आउयवज्जं जाव अंतराइयस्स। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મના દેશબંધક અને અબંધક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે તૈજસ શરીરનું અલ્પબદુત્વ કહ્યું, તે રીતે આયુષ્ય કર્મ સિવાય અંતરાય કર્મ સુધી કહેવું જોઈએ. |९३ आउयस्स पुच्छा ? गोयमा ! सव्वत्थोवा जीवा आउयस्स कम्मस्स देसबंधगा, अबंधगा संखेज्जगुणा ।