________________
૨૩૪]
શ્રી ભગવતી સૂત્ર-૩
उक्कोसेणं वणस्सइकालो, देसबंधतरं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणतं कालं वणस्सइकालो । एवं जाव अहे सत्तमाए, णवरं जा जस्स ठिई जहणिया सा सव्वबंधंतरे जहण्णेणं अंतोमुहुत्तमब्भहिया कायव्वा, सेसं तं चेव ।
पंचिंदियतिरिक्खजोणियमणुस्साण य जहा वाउक्काइयाणं; असुरकुमार णागकुमार जाव सहस्सारदेवाणं एएसिं जहा रयणप्पभा-पुढविणेरइयाणं, णवरं सव्वबंधतरे जस्स जा ठिई जहणिया सा अंतोमुत्तमब्भहिया कायव्वा, सेसं तं વેવ !
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કોઈ જીવ, રત્નપ્રભાપૃથ્વીમાં નૈરયિકપણે ઉત્પન્ન થઈને, ત્યાંથી મૃત્યુ પામીને રત્નપ્રભા પૃથ્વી સિવાયના અન્ય સ્થાનોમાં ઉત્પન્ન થાય અને ત્યાંથી મરીને પુનઃ રત્નપ્રભા પૃથ્વીમાં નરયિક રૂપે ઉત્પન્ન થાય તો તે રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક વૈક્રિય શરીરપ્રયોગ બંધનું અંતર કેટલા કાલનું છે?
ઉત્તર- હે ગૌતમ! સર્વબંધનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પર્યત હોય છે. દેશબંધનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ-વનસ્પતિકાલ પ્રમાણ હોય છે. આ રીતે અધઃસપ્તમ નરક પૃથ્વી સુધી જાણવું જોઈએ, પરંતુ વિશેષતા એ છે કે સર્વબંધનું જઘન્ય અંતર જે નૈરયિકોની જેટલી જઘન્ય સ્થિતિ હોય, તેટલી સ્થિતિથી અંતર્મુહૂર્ત અધિક જાણવું જોઈએ. શેષ સંપૂર્ણ કથન પૂર્વવત્ જાણવું જોઈએ.
પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યનું સર્વબંધનું અંતર વાયુકાયિકની સમાન જાણવું જોઈએ. આ રીતે અસુરકુમાર, નાગકુમારથી સહસાર દેવો સુધી રત્નપ્રભાની સમાન જાણવું જોઈએ પરંતુ વિશેષતા એ છે કે તેના સર્વબંધનું અંતર, જેની જેટલી જઘન્ય સ્થિતિ હોય, તેનાથી અંતર્મુહૂર્ત અધિક જાણવું જોઈએ, શેષ સંપૂર્ણ કથન પૂર્વવત્ જાણવું જોઈએ. ५६ जीवस्स णं भंते ! आणयदेवत्ते, णोआणय देवत्ते, पुणरवि आणयदेवत्ते;पुच्छा ?
गोयमा ! सव्वबंधंतरं जहण्णेणं अट्ठारस सागरोवमाइं वासपुहत्तमब्भहियाई, उक्कोसेणं अणतं कालं वणस्सइकालो, देसबंधतरं जहण्णेणं वासपुहुत्तं, उक्कोसेणं अणत कालं वणस्सइकालो; एवं जाव अच्चुए । णवरं जस्स जा ठिई सा । सव्वबंधतरं जहण्णेणं वासपुहत्तमब्भहिया कायव्वा, सेसं तं चेव ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આણત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયેલો કોઈ જીવ, ત્યાંથી ચ્યવીને આણત દેવલોક સિવાય અન્ય જીવોમાં ઉત્પન્ન થાય અને ત્યાંથી મરીને પુનઃ આણત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય, તો તે આણત દેવ વૈક્રિય શરીર પ્રયોગ બંધનું અંતર કેટલા કાલનું હોય છે?