________________
| ૨૨૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
એકેન્દ્રિયનો દેશબંધ - એકેન્દ્રિયમાં દેશબંધની જઘન્ય એક સમયની સ્થિતિ પૂર્વવત્ વાયુકાયના વૈક્રિય અપેક્ષાએ થાય છે અને તે જીવોની દેશબંધની ઉત્કૃષ્ટ સ્થિતિ પૃથ્વીકાયની અપેક્ષાએ ૨૨૦૦૦ વર્ષની છે. પૃથ્વીકાય આદિનો જઘન્ય દેશબંધઃ- પૃથ્વીકાય આદિ ચાર સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિયની દેશબંધની જઘન્ય સ્થિતિ ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ પ્રમાણ છે. યથા- કોઈ પૃથ્વીકાયિક જીવ ત્રણ સમયની વિગ્રહ ગતિએ ઉત્પન્ન થાય તો તે ત્રીજે સમયે સર્વ બંધક થાય છે. શેષ સમયમાં ક્ષુલ્લક ભવ પ્રમાણ, (પોતાના આયુષ્ય પર્યત) તે દેશબંધક રહે છે. તેથી તેની દેશબંધની જઘન્ય સ્થિતિ ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ પ્રમાણ થાય છે. (ક્ષુલ્લક ભવ એટલે નાનામાં નાનો ભવ. જે રીતે એક મુહૂર્તમાં સૂક્ષ્મ નિગોદના ૫૫૩૬ ક્ષુલ્લક ભવ થાય છે એટલે એક ક્ષુલ્લકભવ ૨૫૬ આવલિકાનો થાય છે.) તે જ રીતે ચાર સ્થાવર અને ત્રણ વિકલેન્દ્રિયમાં પણ દેશબંધની જઘન્ય સ્થિતિ પોતપોતાના ભવ પ્રમાણે જાણવી. દેશબંધની ઉત્કૃષ્ટ સ્થિતિ :- એક સમય ન્યૂન આયુષ્ય પ્રમાણ છે, તે આ પ્રમાણે છે- (૧) પૃથ્વીકાયના દેશબંધની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમય ન્યૂન ૨૨000 વર્ષ. (૨) અપકાયની દેશબંધની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમય ન્યૂન ૭000 વર્ષ, (૩) તેઉકાયની એક સમય ન્યૂન ત્રણ અહોરાત્રિ, (૪) વનસ્પતિકાયની એક સમય ન્યૂન દશ હજાર વર્ષ, (૫) બેઇન્દ્રિયની એક સમય ન્યૂન બાર વર્ષ, (૬) તે ઇન્દ્રિયની એક સમય ન્યૂન ૪૯ દિવસ, (૭) ચૌરેન્દ્રિયની એક સમય ન્યૂન છ માસની છે. વાયકાય, મનષ્ય અને તિયચનો દેશબંધ - તે જીવો ઉપરોક્ત કથનાનુસાર વૈક્રિય શરીર બનાવી પુનઃ ઔદારિક શરીરમાં સ્થિત થાય અને એક જ સમયમાં મૃત્યુ થાય, તે અપેક્ષાએ દેશબંધની જઘન્ય સ્થિતિ એક સમયની થાય છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમય ન્યૂન આયુષ્ય પ્રમાણ હોય છે અર્થાત્ વાયુકાયમાં એક સમય ન્યૂન ત્રણ હજાર વર્ષ અને મનુષ્ય, તિર્યંચમાં એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમની થાય છે. સમુચ્ચય ઔદારિક શરીરના સર્વબંધનું અંતર :- સમુચ્ચય જીવના ઔદારિક શરીર પ્રયોગ બંધમાં સર્વબંધનું જઘન્ય અંતર ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ પ્રમાણ છે. યથા- કોઈ જીવ, ત્રણ સમયની વિગ્રહ ગતિના બે સમય અનાહારક રહે છે અને ત્રીજા સમયે સર્વબંધક થાય છે. ક્ષુલ્લક ભવનું આયુષ્ય પૂર્ણ કરી, મૃત્યુને પ્રાપ્ત થાય અને ઔદારિક શરીરધારી જીવોમાં ઋજુ ગતિએ જ ઉત્પન્ન થાય, ત્યાં પ્રથમ સમયે સર્વબંધક થાય છે. આ રીતે સર્વબંધકથી સર્વબંધકનું અંતર, વિગ્રહ ગતિના ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લકભવ થાય છે. ઉત્કૃષ્ટ અંતર એક સમયાધિક પૂર્વક્રોડ વર્ષ અધિક ૩૩ સાગરોપમ થાય છે. યથા– કોઈ જીવ, અવિગ્રહગતિએ મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થયો, ત્યાં પ્રથમ સમયે સર્વબંધક થાય છે, પૂર્વક્રોડ વર્ષનું આયુષ્ય ભોગવીને મૃત્યુ પ્રાપ્ત કરે, ત્યાંથી ૩૩ સાગરોપમની સ્થિતિવાળા નૈરયિક તરીકે અથવા અનુત્તર વિમાનવાસી દેવ તરીકે ઉત્પન્ન થાય. ત્યાંની સ્થિતિ પૂર્ણ કરી ત્રણ સમયની વિગ્રહગતિ દ્વારા ઔદારિક શરીરધારી જીવમાં ઉત્પન્ન થાય, ત્યાં વિગ્રહગતિમાં બે સમય સુધી અનાહારક રહે છે તેમાંથી એક સમયને પૂર્વક્રોડ વર્ષના સર્વબંધકના સમયમાં નાંખીએ, તો તે પૂર્વક્રોડ વર્ષ પૂર્ણ થઈ જાય છે અને તેનો એક સમય વધ્યો. તેથી સવેબંધનું ઉત્કૃષ્ટ અંતર એક સમયાધિક પૂવેકોટિ વર્ષ અને ૩૩ સાગરોપમ થાય છે. દેશબંધનું અંતર -જઘન્ય એક સમય છે કારણ કે ઔદારિક શરીરી દેશબંધક જીવ મરીને અવિગ્રહગતિથી ઔદારિક શરીરીરૂપે જ ઉત્પન્ન થાય, ત્યાં પ્રથમ સમયે સર્વબંધક થાય છે અને બીજા સમયે દેશબંધક