________________
શતક-૮: ઉદ્દેશક-૯
૨૨૫ |
સર્વબંધ:- શરીરના પ્રથમ સમયવર્તી બંધને સર્વબંધ કહે છે. જે રીતે ગરમ તેલથી ભરેલી કડાઈમાં વડું નાંખીએ, ત્યારે પ્રથમ સમયે તે ચારે બાજુથી તેલને ગ્રહણ કરે છે. ત્યાર પછીના સમયમાં તેલનું ગ્રહણ અને ત્યાગ બંને ક્રિયા થાય છે. તે જ રીતે જીવ પૂર્વ શરીરને છોડીને અન્ય શરીરને ધારણ કરવા માટે ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થાય, ત્યારે પ્રથમ સમયે શરીર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે, તેને 'સર્વબંધ' કહે છે.
- તેમાં પ્રથમ સમયે ઔદારિક શરીરને યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરે તો તેને દારિક સર્વબંધ અને પ્રથમ સમયે વૈક્રિય શરીરને યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરે તો તેને વૈક્રિય સર્વબંધ કહે છે. વૈક્રિય કે આહારક લબ્ધિવાન અણગાર લબ્ધિ દ્વારા વૈક્રિય કે આહારક શરીર બનાવે ત્યારે પણ પ્રથમ સમયમાં વૈક્રિય કે આહારક શરીરનો સર્વ બંધ થાય છે. દેશબંધઃ- જીવની ઉત્પત્તિના દ્વિતીય આદિ સમયોમાં શરીર યોગ્ય પુલોનું ગ્રહણ થાય અને ત્યાગ પણ થાય છે તેને દેશબંધ કહે છે. તેમજ કોઈ પણ લબ્ધિજન્ય શરીરના પ્રથમ સમયને છોડીને શેષ સમયોમાં દેશ બંધ થાય છે.
વાટે વહેતા જીવની બે સમયની અનાહારક અવસ્થામાં ત્રણ સ્થૂલ શરીરની અપેક્ષાએ દેશબંધ કે સર્વ બંધ બંને હોતા નથી. સર્વબંધની સ્થિતિ :- સર્વ બંધની સ્થિતિ નિયમતઃ એક સમયની જ હોય છે. દારિક શરીર પ્રયોગ બંધ-દેશબંધની સ્થિતિ:
જઘન્ય સ્થિતિ
ઉત્કૃષ્ટ સ્થિતિ | ૧ સમુચ્ચય જીવ
એક સમય
એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમ એકેન્દ્રિય અને વાયુકાય
એક સમય
એક સમય ન્યૂન આયુષ્ય પ્રમાણ ૩ ચાર સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય
ત્રણ સમય ન્યૂન એક સમય ન્યૂન આયુષ્ય પ્રમાણ ક્ષુલ્લક ભવ
૪
મનુષ્ય અને તિર્યંચ
એક સમય
એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમ
દેશબંધ એક સમયઃ- જ્યારે વાયુકાયિક જીવ અથવા મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર બનાવીને, તેનો ત્યાગ કરે છે ત્યાર પછી પુનઃ ઔદારિક શરીરમાં સ્થિત થાય છે, તેના પ્રથમ સમયે ઔદારિક શરીરનો દેશબંધ કરે અને બીજા જ સમયે તેનું મૃત્યુ થાય તો દારિક શરીરના દેશબંધની જઘન્ય સ્થિતિ એક સમયની થાય છે. અર્થાતુ વૈક્રિયલબ્ધિધારી જીવોની અપેક્ષાએ દેશબંધની એક સમયની સ્થિતિ સંભવે છે.
દેશબંધ-ઉત્કૃષ્ટ :- દારિક શરીરી જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. તેના પ્રથમ સમયે સર્વબંધ અને ત્યાર પછી જીવન પર્યત દેશબંધ કરે છે. મનુષ્ય કે તિર્યંચનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમનું છે. તેથી એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમ પર્યત દેશબંધ હોય છે.