________________
શતક-૮: ઉદ્દેશક-૯
[ ૨૨૧]
तिसमयऊणं, उक्कोसेणं जा जस्स ठिई सा समयऊणा कायव्वा । जेसिं पुण अत्थि वेउव्वियसरीरं तेसिं देसबंधो जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं जा जस्स ठिई सा समयऊणा कायव्वा जाव मणुस्साणं देसबंधे जहण्णेणं एक्कं समयं उक्कोसेणं तिण्णि पलिओवमाइं समय ऊणाई।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગબંધ કેટલા કાલપર્યત રહે છે ?
ઉત્તર- હે ગૌતમ! સર્વબંધ એક સમય અને દેશબંધ જઘન્ય ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ પર્યત અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન ૨૨000 વર્ષ પર્યત રહે છે. આ રીતે સર્વ જીવોનો સર્વબંધ એક સમયનો છે. દેશબંધ- જે જીવોને વૈક્રિય શરીર ન હોય તે જીવોમાં જઘન્ય ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ પર્યત અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન આયુષ્ય સ્થિતિ પર્યત રહે છે તથા જે જીવોને વૈકિય શરીર છે તે જીવોમાં દેશબંધ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન આયુષ્ય સ્થિતિ પર્યત રહે છે. આ જ રીતે યાવત મનુષ્યોમાં દેશબંધ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમ પર્યત રહે છે. ३४ ओरालियसरीर-बंधतरं णं भंते ! कालओ केवच्चिरं होइ ?
गोयमा ! सव्व-बंधंतरं जहण्णेणं खुड्डागभवग्गहणं तिसमयऊणं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं पुव्वकोडिसमयाहियाइं; देसबंधंतरं जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं तेतीसं सागरोवमाई तिसमयाहियाई । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દારિક શરીર બંધનું અંતર કેટલા કાલનું છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વ બંધનું અંતર જઘન્ય ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ પ્રમાણ અને ઉત્કૃષ્ટ એક સમયાધિક પૂર્વકોટિ અને ૩૩ સાગરોપમનું છે. દેશ બંધનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ત્રણ સમય અધિક ૩૩ સાગરોપમનું છે. |३५ एगिदिय-ओरालिय पुच्छा ?
___ गोयमा ! सव्वबंधंतरं जहण्णेणं खुड्डागभवग्गहणं तिसमयऊणं, उक्कोसेणं बावीसं वाससहस्साई समयाहियाई, देसबंधंतरं जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એકેન્દ્રિય ઔદારિક શરીર બંધનું અંતર કેટલા કાલનું છે?
ઉત્તર- હે ગૌતમ ! તેના સર્વ બંધનું અંતર જઘન્ય ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ પ્રમાણ અને ઉત્કૃષ્ટ એક સમયાધિક ર૨000 વર્ષ છે. દેશ બંધનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું છે.