________________
શતક-૮: ઉદ્દેશક-૯
૨૧૯ |
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દારિક શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે?
ઉત્તર- હે ગૌતમ! સવાર્યતા, સયોગતા અને સદ્રવ્યતા તથા પ્રમાદના કારણે (દ્વારા) કર્મ, યોગ, ભવ અને આયુષ્ય નિમિત્તક(માધ્યમે) અને ઔદારિક શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી ઔદારિક શરીર પ્રયોગ બંધ થાય છે. २६ एगिदिय-ओरालियसरी-प्पओगबंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं?
गोयमा ! एवं चेव । पुढविक्काइयएगिदिय ओरालियसरीरप्पओगबंधे एवं चेव । एवं जाव वणस्सइकाइया । बेइंदिया, तेइंदिया, चउरिंदिया वि एवं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એકેન્દ્રિય દારિક શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવતુ(સમુચ્ચય ઔદારિક શરીરવતુ) જાણવું. તે જ રીતે પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ યાવતુ વનસ્પતિકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર તથા બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ સુધી જાણવું જોઈએ.
२७ तिरिक्ख-जोणिय-पंचिंदिय-ओरालिय-सरीरप्पओगबंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं? गोयमा ! एवं चेव । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વ કથનાનુસાર જાણવું જોઈએ. २८ मणुस्सपंचिंदियओरालियसरीरप्पओगबंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं?
गोयमा! वीरिय सजोग-सदव्वयाए पमायपच्चया कम्मं च जोगं च भवं च आउयं च पडुच्च मणुस्सपंचिंदिय-ओरालियसरीर-प्पओग-णामकम्मस्स उदए णं मणुस्सपंचिंदिय- ओरालिय-सरीर-प्पओगबंधे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે?
ઉત્તર- હે ગૌતમ! સવીર્યતા, સયોગતા અને સદ્રવ્યતાથી તથા પ્રમાદના કારણે કર્મ, યોગ, ભવ અને આયુષ્ય નિમિત્તક તથા મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી, મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ થાય છે. २९ ओरालियसरीरप्पओगबंधे णं भंते ! किं देसबंधे, सव्वबंधे ? गोयमा! देसबंधे वि, सव्वबंधे वि ।