________________
[ ૧૯૨ |
શ્રી ભગવતી સૂત્ર-૩
२४ णाणावरणिज्जे णं भंते ! कम्मे कइ परीसहा समोयरंति? गोयमा ! दो परीसहा समोयरंति, तं जहा- पण्णा परीसहे, अणाण परीसहे य । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મમાં કેટલા પરીષહોનો સમવતાર થાય છે? અર્થાત્ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી કેટલા પરીષહ થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મમાં બે પરીષહોનો સમવતાર થાય છે. યથા પ્રજ્ઞા પરીષહ અને અજ્ઞાન પરીષહ. २५ वेयणिज्जे णं भंते ! कम्मे कइ परीसहा समोयरंति ? गोयमा ! एक्कारस परीसहा समोयरंति, तं जहा
पंचेव आणुपुव्वी, चरिया सेज्जा वहे य रोगे य ।
तणफास-जल्लमेव य, एक्कारस वेयणिज्जम्मि ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વેદનીય કર્મમાં કેટલા પરીષહોનો સમવતાર થાય છે?
ઉત્તર– હે ગૌતમ! વેદનીય કર્મમાં અગિયાર પરીષહોનો સમવતાર થાય છે. તે આ પ્રમાણે છે– અનુક્રમથી પહેલા પાંચ પરીષહ (ધા પરીષહ, પિપાસા પરીષહ, શીત પરીષહ, ઉષ્ણ પરીષહ અને દંશમશક પરીષહ), ચર્યા પરીષહ, શય્યા પરીષહ, વધ પરીષહ, રોગ પરીષહ, તૃણસ્પર્શ પરીષહ અને મેલ પરીષહ. આ ૧૧ પરીષહોનો સમાવેશ વેદનીય કર્મમાં થાય છે.
२६ दसणमोहणिज्जे णं भंते ! कम्मे कइ परीसहा समोयरंति ? गोयमा ! एगे सण परीसहे समोयरइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! દર્શન મોહનીય કર્મમાં કેટલા પરીષહોનો સમવતાર થાય છે? ઉત્તરહે ગૌતમ ! તેમાં એક દર્શન પરીષહનો સમવતાર થાય છે. २७ चरित्तमोहणिज्जे णं भंते ! कम्मे कइ परीसहा समोयरंति? गोयमा ! सत्त परीसहा समोयरंति, तं जहा
अरई अचेल इत्थी, णिसीहिया जायणा य अक्कोसे ।
सक्कार पुरक्कारे, चरित्तमोहम्मि सत्तेए ॥१॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ચારિત્ર મોહનીય કર્મમાં કેટલા પરીષહોનો સમવતાર થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! તેમાં સાત પરીષહોનો સમવતાર થાય છે. યથા- અરતિ પરીષહ, અચેલ પરીષહ, સ્ત્રી પરીષહ, નિષદ્યા પરીષહ, યાચના પરીષહ, આક્રોશ પરીષહ અને સત્કાર પુરસ્કાર પરીષહ. આ સાત પરીષહોનો સમવતાર ચારિત્ર મોહનીય કર્મમાં થાય છે.