________________
શતક-૮ઉદ્દેશક-૮
[ ૧૭૩ |
અને શય્યા પરીષહ અથવા ચર્યા અને નિષધા પરીષહ પણ પરસ્પર વિરોધી છે. તેથી જે જીવને જેટલા જેટલા પરીષહનો ઉદય હોય તેમાંથી બે ન્યૂન પરીષહનું વદન થાય છે.
આઠ અથવા સાત કર્મબંધક જીવને(૧ થી ૯ ગુણસ્થાન પર્યત) રર પરીષહ હોય છે. છ કર્મબંધક જીવને (૧૦માં ગુણસ્થાને) ૧૪ પરીષહ હોય છે. એક કર્મબંધક (છદ્મસ્થ વીતરાગી) જીવોને ૧૧–૧રમા ગુણસ્થાને ૧૪ પરીષહ, ૧૩માં ૧૪મા ગુણસ્થાને ૧૧ પરીષહ હોય છે.
સુર્ય ઉદય, અસ્તના સમયે અને મધ્યાહ્ન સમયે હંમેશાં ૮૦૦ યોજનની સમાન ઊંચાઈ પર હોય છે. પરંતુ ઉદય અસ્ત સમયે તિરછું અંતર વધુ હોવા છતાં તેના પ્રતિઘાતથી તે દૂર હોવા છતાં નિકટ દેખાય છે અને મધ્યાહ્ન સમયે મસ્તક ઉપર ૮00 યોજનાના અંતરે નિકટ હોવા છતાં તેજના અભિતાપથી દૂર દેખાય છે.
સૂર્ય સમપૃથ્વીથી ૮00 યોજન ઊંચે છે. તે ૧00 યોજન ઊંચેના ક્ષેત્રને અને સલીલાવતી વિજયની અપેક્ષાએ સમભૂમિથી ૧000 યોજના નીચેના ક્ષેત્રને અર્થાત્ કુલ ૧૮00 યોજન નીચેના ક્ષેત્રને પ્રકાશિત કરે છે. તે અતીત કે અનાગત ક્ષેત્રને નહીં પરંતુ વર્તમાન ક્ષેત્ર(સૂર્ય જે ક્ષેત્રમાં ગતિ કરી રહ્યો છે તે ક્ષેત્રોને પ્રકાશિત, આતાપિત આદિ કરે છે.