________________
શતક-૮: ઉદ્દેશક-૨
૬૭ ]
સંસ્થિત-નગરના આકારનું કાવત્ સન્નિવેશના આકારનું, દ્વીપના આકારનું, સમુદ્ર આકારનું, ભરતાદિ ક્ષેત્રના આકારનું ક્ષેત્રની સીમા કરનાર વર્ષધર પર્વતના આકારનું સામાન્ય પર્વતના આકારનું વૃક્ષના આકારનું સૂપ સંસ્થિત, અશ્વ સંસ્થિત, ગજ સંસ્થિત, નર સંસ્થિત, કિન્નર સંસ્થિત, કિંપુરુષ સંસ્થિત, મહોરગ સંસ્થિત, ગંધર્વ સંસ્થિત, વૃષભ સંસ્થિત, પશુ સંસ્થિત, પશય સંસ્થિત (બે ખુરવાળા જંગલી ચોપગા જાનવરના આકારનું) વિહગ સંસ્થિત, વાનર સંસ્થિત છે. આ રીતે વિર્ભાગજ્ઞાન વિવિધ આકારોથી યુક્ત હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જ્ઞાન અને અજ્ઞાનનું સ્વરૂપ તથા તેના ભેદ-પ્રભેદનું કથન રાજપ્રશ્રીય સૂત્રના અતિદેશ પૂર્વક કર્યું છે. પાંચ જ્ઞાનનું સ્વરૂપ :(૧) આભિનિબોધિક જ્ઞાન - ઇન્દ્રિય અને મનની સહાયતાથી અવગ્રહ, ઈહા, અવાય, ધારણારૂપે, યોગ્ય દેશમાં રહેલા પદાર્થનો બોધ થવો, તે આભિનિબોધિક જ્ઞાન છે. તેનું બીજું નામ મતિજ્ઞાન છે. તેના ચાર પ્રકાર છે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. મતિજ્ઞાનના પ્રકાર :અવગ્રહ:- પદાર્થના અવ્યક્તજ્ઞાનને અવગ્રહ કહે છે. તેના બે ભેદ છે. વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. વ્યંજનાવગ્રહ:- પદાર્થ અને ઉપકરણેન્દ્રિયના સંયોગ માત્રથી શબ્દાદિ વિષયોનું જે અત્યંત અસ્પષ્ટ જ્ઞાન થાય તે વ્યંજનાવગ્રહ છે. તે ચક્ષુ અને મનને છોડીને શેષ ચાર ઇન્દ્રિયોથી થાય છે. તેથી તેના ચાર ભેદ થાય છે. તેની સ્થિતિ જઘન્ય આવલિકાના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અનેક શ્વાસોચ્છવાસની છે. અર્થાવગ્રહ - વ્યંજનાવગ્રહ પછી આ કંઈક છે' તેવું જે અસ્પષ્ટ જ્ઞાન થાય, તેને અર્થાવગ્રહ કહે છે, તે પાંચ ઇન્દ્રિય અને મનથી થાય છે. તેથી તેના છ ભેદ છે. તેની સ્થિતિ એક સમયની છે. ઈહા - અવગ્રહ દ્વારા જાણેલા પદાર્થના વિષયમાં સંશય દૂર કરવા જે વિશેષ વિચારણા કરવી, તેને ઈહા કહે છે, જેમ કે દૂરની વસ્તુ જોઈને સંશય થાય કે દૂર રહેલી આ વસ્તુ કોઈ મનુષ્ય છે કે હૂંઠું? વ્યક્તિ તેના વિશેષ ધર્મની વિચારણા કરે કે દૂરથી કાંઈક હલનચલન જણાય છે, તેથી મનુષ્ય હોવો જોઈએ. આ રીતે
વ્યક્તિ ઈહા જ્ઞાન દ્વારા સંશયને દૂર કરીને, નિર્ણય તરફ ઝૂકે છે પરંતુ પદાર્થ વિષયક ચોક્કસ બોધ થતો નથી. તેની સ્થિતિ અંતર્મુહૂર્તની છે. અવાય? - ઈહાથી જાણેલા પદાર્થનો ચોક્કસ બોધ થઈ જવો કે “આ, આ જ છે, અન્ય નહીં.” “આ મનુષ્ય જ છે, પૂંઠું નહીં,' આ પ્રકારનો નિશ્ચયાત્મક બોધ તે અવાય છે. તેની સ્થિતિ પણ અંતર્મુહૂર્તની છે. ધારણા - અવાય દ્વારા નિશ્ચિત કરેલા બોધને સંખ્યાત કે અસંખ્યાત કાલ સુધી સ્મૃતિ રૂપે ધારણ કરવો તેને ધારણા કહે છે. ઈહા, અવાય અને ધારણા પણ પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનથી થાય છે.