________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા
કેવું હશે એ અદ્ભુત નયનરમ્ય દશ્ય ! જ્યાં સર્વજ્ઞ તીર્થંકર ભગવાન મહાવીર સદેહે સ્ફટિકરત્નના સિંહાસન પર વીતરાગ ભાવમાં બિરાજમાન હશે અને સુવિનીત શિષ્ય ગણધર ગૌતમ તેમની સન્મુખ કંઇક સમાધાન મેળવી લેવાની જિજ્ઞાસાપૂર્વક સ્થિત હશે. ગૌતમ એક પછી એક પ્રશ્ન પૂછતા જાય અને કરૂણાનિધાન પ્રભુ તેનું સમાધાન કરતા જાય, પરંપરાએ તેમાંથી જ આગમગ્રંથોનું સર્જન થાય. તે દશ્ય કેવળ આપણાં મનનો વિષય છે.
તે જ રીતે સૌરાષ્ટ્રમાં ગિરપ્રદેશમાં વિસાવદર નામનું એક ગામ, તેનાથી સાતેક કિ.મી. દૂર એક ઘટાદાર આંબાવાડી. જ્યાં તપસમ્રાટ ગુરૂદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા. આત્મસાધના અર્થે બિરાજમાન હતાં. તેઓશ્રીના પાવન સાંનિધ્યમાં પૂ. વીરમતીબાઇ મ. આદિ ઠા.૪ અમે સહુ શ્રી ભગવતી સૂત્રની વાચના કરી રહ્યા હતાં. શાસ્ત્રના ગહનતમ ભાવો વાંચતા જઇએ અને પૂ. ગુરુદેવના મૌન સાંનિધ્ય માત્રથી તે ભાવો સમજાતા જાય તે દશ્ય અમારા માનસપટ પર અંકિત થઈ ગયું છે. જ્યારે જ્યારે શ્રી ભગવતી સૂત્ર હાથમાં આવે ત્યારે પૂ. ગુરુદેવ સ્મૃતિપટ પર આવે છે.
પૂ. ગુરુદેવની અસીમ કૃપાથી જ શ્રી ભગવતી સૂત્ર ભાગ – ૨ના સંપાદન કાર્યનો પ્રારંભ કર્યો. પૂર્વાચાર્યો રચિત ટીકાગ્રંથો, અન્ય પ્રકાશિત ભગવતી સૂત્ર તથા અન્ય ગ્રંથોના આધારે સંપાદન કાર્ય કર્યું છે.
શતક - ૫/૧ ના પ્રશ્નોત્તર ચંપાનગરીની પવિત્ર ધરા પર થયા છે. તે કાલની ચંપાનગરી અને વર્તમાનની ચંપાનગરીમાં ઘણું પરિવર્તન થયું હોય, તેમ છતાં ઔપપાતિક સૂત્ર તથા અન્ય ગ્રંથોના આધારે વિવેચનમાં ચંપાનગરીનો ઇતિહાસ આપ્યો છે.
શતક - ૫/૫ માં શાસ્ત્રકારે તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ આદિ ઉત્તમ પુરુષોની સંખ્યાનું માત્ર કથન કર્યું છે. પાઠકોની જિજ્ઞાસાપૂર્તિ માટે શ્રી સમવાયાંગ સૂત્રના આધારે તે દરેકના નામ, તેમના માતા-પિતાના નામ વગેરેના કોષ્ટકો આપ્યા છે.
શતક – ૫/૬ માં પુલ પરમાણુ અને સ્કંધનું કંપન તથા પરમાણુ અને સ્કંધની પરસ્પર સ્પર્શનાનું કથન છે. આ વિષય ઘણો ગહન છે. તેને સરળતાથી સમજાવવા માટે
SY O) 5
NM N
OF