________________
૩૭૦ |
શ્રી ભગવતી સૂત્ર-૨
ખારા જળવાળો મેઘ, ખzમેઘખાતર સમાન રસવાળો મેઘ અથવા ખટ્ટમેઘ-ખાટા પાણીવાળો મેઘ, અગ્નિમેઘ–અગ્નિ સમાન ગરમ જલવાળો મેઘ, વિધુતમેઘ-વિજળી સહિત મેઘ, વિષમેઘ-ઝેરીલા પાણીવાળો મેઘ, અશનિમેઘ–વજ સમાન પર્વતાદિને તોડનારો મેઘ, અપેય-ન પીવા યોગ્ય જલથી પૂર્ણ મેઘ અથવા તુષા ન છીપાવી શકે તેવા પાણીવાળો મેઘ; વ્યાધિ, રોગ અને વેદનાને ઉત્પન્ન કરનારા જલથી યુક્ત તથા અમનોજ્ઞ જલવાળો મેઘ, પ્રચંડ વાયુના આઘાતથી આહત થઈને તીક્ષ્ણ ધારાઓની સાથે પ્રચુર વર્ષા વરસાવશે. જેથી ભારતવર્ષના ગ્રામ, આકર–ખાણ, નગર, ખેડ, કર્બટ, મડબ, દ્રોણમુખ, બંદર, પટ્ટણ–વ્યાપારિક ક્ષેત્ર અને આશ્રમમાં રહેનારા જનસમૂહ, ચતુષ્પદ પશુઓ, પક્ષી સમૂહ અને જંગલમાં ચાલનારા ત્રણ પ્રાણી તથા અનેક પ્રકારના વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતાઓ, વેલા, ઘાસ, દૂર્વ, પર્વક–લીલી વનસ્પતિ, ઔષધિઓ-શાલિ આદિ ધાન્ય, પ્રવાલ અને અંકુર આદિ તૃણવનસ્પતિઓ, આ સર્વ નાશ થઈ જશે; વૈતાઢય પર્વતને છોડીને શેષ સર્વ પર્વત, નાના પર્વત, ડુંગર, ટીંબા–ધૂળના બનેલા ટેકરાઓ, ધૂળ રહિત સ્થાનો આદિ સર્વનો નાશ થઈ જશે. ગંગા અને સિંધુ આ બે નદીઓને છોડીને શેષ નદીઓ, પાણીના ઝરણા, ખાડા, સરોવર, તળાવ આદિ નષ્ટ થઈ જશે; દુર્ગમ અને વિષમ, ઊંચી, નીચી ભૂમિમાં રહેલા સર્વ સ્થલ સમતલ સપાટ મેદાન થઈ જશે. १८ तीसे णं भंते ! समाए भरहस्स वासस्स भूमीए केरिसए आयारभावपडोयारे भविस्सइ?
गोयमा ! भूमि भविस्सइ- इंगालब्भूया, मुम्मुरब्भूया, छारियभूया, तत्तकवेल्लुयब्भूया,तत्तसमजोइभूया, धूलिबहुला, रेणुबहुला, पंकबहुला, पणगबहुला, चलणिबहुला, बहूणं धरणिगोयराणं सत्ताणं दुण्णिक्कमा यावि भविस्सइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે સમયે ભારત વર્ષની ભૂમિનું સ્વરૂપ કેવું થશે?
ઉત્તર- હે ગૌતમ ! તે સમયે આ ભરતક્ષેત્રની ભૂમિ અંગારાની સમાન, મુર્મરભૂત-ગોબરની અગ્નિ સમાન, ભસ્મીભૂત-ગરમ રાખ સમાન, લોઢી સમાન, તપ્તપ્રાય અગ્નિ સમાન, બહુ ધૂળ યુક્ત, બહુ રજયુક્ત, બહુ કીચડ યુક્ત, બહુ શેવાળયુક્ત, બહુ છિદ્રયુક્ત થશે. જેના પર પૃથ્વીસ્થિત સ્થળચર જીવોને ચાલવું અત્યંત દુષ્કર થઈ જશે. દુષમદુષમા કાલના મનુષ્યો - १९ तीसे णं भंते ! समाए भारहे वासे मणुयाणं केरिसए आयारभाव पडोयारे भविस्सइ?
ગોયમાં !મyય મવિસંતિ કુવા, ડુબૂ, તુલા, કુરસી, ડુસી, अणिट्ठा, अकता जाव अमणामा, हीणस्सरा, दीणस्सरा, अणिट्ठसरा जाव