________________
શ્રી ભગવતી સૂત્ર–૨
मिच्छादंसणसल्लविवेगेणं; एवं खलु गोयमा ! जीवाणं अकक्कसवेयणिज्जा कम्मा कज्जंति ।
૩
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જીવ અકર્કશવેદનીય કર્મ કેવી રીતે બાંધે છે ?
ઉત્તર– હે ગૌતમ ! પ્રાણાતિપાતવિરમણ યાવત્ પરિગ્રહ વિરમણ, ક્રોધ વિવેક યાવત્ મિથ્યાદર્શન —શલ્ય વિવેક; આ રીતે હે ગૌતમ ! સર્વ પાપસ્થાનના પરિત્યાગથી જીવ અકર્કશવેદનીય કર્મ બાંધે છે.
१२ अत्थि णं भंते ! णेरइयाणं अकक्कसवेयणिज्जा कम्मा कज्जंति ? गोयमा ! णो इणट्ठे समट्ठे । एवं जाव वेमाणिया; णवरं मणुस्साणं जहा जीवाणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું નૈરયિક જીવ અકર્કશવેદનીય કર્મ બાંધે છે ?
ઉત્તર– હે ગૌતમ ! તેમ શક્ય નથી અર્થાત્ નૈરયિક જીવ અકર્કશવેદનીય કર્મ બાંધતા નથી.
આ જ રીતે વૈમાનિકો પર્યંત કહેવું જોઈએ, પરંતુ મનુષ્યોના વિષયમાં સમુચ્ચય જીવોની સમાન સર્વ કથન કરવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સમુચ્ચય જીવો અને ૨૪ દંડકોવર્તી જીવોના કર્કશવેદનીય અને અકર્કશવેદનીય કર્મબંધના કારણોનું નિરૂપણ કર્યું છે.
કર્કશ વેદનીય કર્મ :– અત્યંત દુઃખપૂર્વક ભોગવવા યોગ્ય કર્મોને કર્કશ વેદનીય કર્મ કહે છે. તે અશાતારૂપ જ હોય છે. યથા સ્કંદકાચાર્યના ૫૦૦ શિષ્યોને ઘાણીમાં પીલવામાં આવ્યા. તે સમયે કર્કશ વેદનીય કર્મ ઉદયમાં આવ્યું, તેમ કહેવાય. પ્રાણાતિપાત આદિ ૧૮ પ્રકારના પાપના સેવનથી જીવ તે પ્રકારનો કર્મ બંધ કરે છે. ૨૪ દંડકના જીવો આ પ્રકારનો કર્મબંધ કરી શકે છે.
અકર્કશ વેદનીય કર્મ :– અત્યંત સુખપૂર્વક ભોગવવા યોગ્ય કર્મોને અકર્કશ વેદનીય કર્મ કહે છે. તે શાતા રૂપ જ હોય છે. યથા– ભરત ચક્રવર્તીના કર્મો. ૧૮ પ્રકારના પાપના ત્યાગથી અર્થાત્ સંયમ ભાવથી જીવ તેવા પ્રકારનો કર્મબંધ કરે છે. કર્મભૂમિના મનુષ્યો જ અઢાર પાપનો પૂર્ણતયા ત્યાગ કરી શકે છે, સંયમનો સ્વીકાર કરી શકે છે. તેથી ચોવીસ દંડકમાં માત્ર મનુષ્યો જ અકર્કશ વેદનીય કર્મનો બંધ કરે છે. શેષ દંડકના જીવો અકર્કશ વેદનીય કર્મનો બંધ કરી શકતા નથી.
વેમળેળ : વિવેનેળઃ– હિંસાદિ પાંચ પાપ પ્રવૃત્તિરૂપ છે અને ક્રોધાદિ અવશેષ પાપ આત્માના વૈભાવિક પરિણામરૂપ છે. સૂત્રમાં હિંસાદિ પાપ પ્રવૃત્તિના ત્યાગ માટે વિરમણવિરામ પામવું તે ક્રિયાવાચક શબ્દનો પ્રયોગ કર્યો છે અને ક્રોધાદિ વૈભાવિક પરિણામ ન કરવા માટે વિવેક શબ્દનો પ્રયોગ કર્યો છે.