________________
શતક-૭ : ઉદ્દેશક-૨
अणत्थदंडवेरमणं, सामाइयं, देसावगासियं, पोसहोववासो, अतिहिसंविभागो; अपच्छिम- मारणंतिय-संलेहणा-झूसणा आराहणया ।
૩૧
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! દેશ ઉત્તરગુણ પ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– હે ગૌતમ ! દેશ ઉત્તરગુણ પ્રત્યાખ્યાનના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) દિશા પરિમાણ વ્રત (૨) ઉપભોગ પરિભોગ પરિમાણ (૩) અનર્થ દંડ વિરમણ (૪) સામાયિક (૫) દેશાવગાસિક (૬) પૌષધોપવાસ (૭) અતિથિ વિભાગ તથા અપશ્ચિમ મારણાન્તિક સંલેખના—જોષણા આરાધના.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મૂળગુળ પ્રત્યાખ્યાન અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન સંબંધી નિરૂપણ કર્યું છે.
મૂળગુશ પ્રત્યાખ્યાન :– ચારિત્રરૂપ કલ્પવૃક્ષને માટે મૂળગુણ પ્રત્યાખ્યાન મૂળ સમાન ગણાય છે, તેથી પ્રાણાતિપાત વિરમણ આદિને મૂલ ગુણ કહે છે. આ મૂલગુણ વિષયક પ્રત્યાખ્યાન(ત્યાગ—વિરતિ)ને મૂળગુણ પ્રત્યાખ્યાન કહે છે. તેના બે ભેદ છે. તેમાં સર્વ વિરત મુનિઓના પાંચ મહાવ્રત સર્વમૂળગુ પ્રત્યાખ્યાન છે અને દેશવિરત શ્રાવકોના પાંચ અણુવ્રત દેશ મૂળગુણ પ્રત્યાખ્યાન કહેવાય છે.
ઉત્તરગુણ પ્રત્યાખ્યાન – વૃક્ષોની શાખા સમાન જે પ્રત્યાખ્યાન–વ્રત અનુષ્ઠાન વગેરે મૂળગુણોને સુશોભિત રાખે તેને ઉત્તરગુણ કહે છે. તે ઉત્તરગુણ વિષયક પ્રત્યાખ્યાનને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન કહે છે. તેના પણ બે ભેદ છે— સર્વતઃ અને દેશતઃ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન, સર્વ ઉત્તરગુણ પ્રત્યાખ્યાનના દસ પ્રકાર છે–
(૧) અનાગત પ્રત્યાખ્યાન ઃ– ભવિષ્યમાં જે તપ, નિયમ અથવા પ્રત્યાખ્યાન કરવાના હોય, તેને ભવિષ્યમાં આવનાર મુશ્કેલીના કારણે પહેલાં કરી લેવા. જેમ કે પર્યુષણમાં વૈયાવૃત્ય, પ્રવચન પ્રભાવના આદિ કાર્યો હોવાથી કોઈ શ્રમણ પર્યુષણ પહેલાં તે તપસ્યાની આરાધના કરી લે તો તેને અનાગત પ્રત્યાખ્યાન કહે છે.
તે ગુરુ.
(૨) અતિક્રાંત પ્રત્યાખ્યાન – પહેલાં જે તપ, નિયમ અથવા પ્રત્યાખ્યાન કરવાનો હતો, તપસ્વી, રુગ્ણની સેવા આદિના કારણે થઈ શક્યા ન હોય તે તપ-નિયમાદિને પછી કરે તો તેને અતિક્રાંત પ્રત્યાખ્યાન કરે છે.
(૩) કોટિ સહિત પ્રત્યાખ્યાન – એક પ્રત્યાખ્યાનની સમાપ્તિ તથા બીજા પ્રત્યાખ્યાનની આદિ એક જ દિવસે થાય, જેમ કે ઉપવાસના પારણે આબિલાદિ તપ કરવું તે કોટિ સહિત છે. અર્થાત્ નવા પ્રત્યાખ્યાનની આદિ અને જૂના પ્રત્યાખ્યાનની પૂર્ણાહુતિ, આ બંનેનું જોડાણ એક દિવસે થાય તેને કોટિ સહિત પ્રત્યાખ્યાન કહે છે.
(૪) નિયંત્રિત પ્રત્યાખ્યાન – જે દિવસે જે પ્રત્યાખ્યાન કરવાનો નિશ્ચય કર્યો છે, તે દિવસે રોગાદિ કોઈ જે પણ પ્રકારની બાધાઓ આવે, તેમ છતાં તેને ન છોડતાં નિયમપૂર્વક પૂર્ણ કરવા, તેને નિયંત્રિત પ્રત્યાખ્યાન