________________
| શતક-૭ઃ ઉદ્દેશક-૧
[ ૩૨૩ ]
કહેવાય છે.
- પ્રસ્તુત સૂત્રમાં પ્રયુક્ત વિહત્ત સન્થ મુસલ્લે વવાયમાતાવાળા વિસ્તેવો; વગેરે શબ્દો સાધ્વાચાર સુચક હોવાથી તેનો સમાવેશ વેષિતમાં થાય છે. તે ઉપરાંત સુ-સુ કે ચપ-ચપ શબ્દ રહિત આહાર સાધુના અનાસકિત ભાવને એટલે ભાવ સાધુતાને સૂચિત કરે છે. તેથી તે ગુણોનો સમાવેશ પણ 'વેષિત'માં થાય છે. મોવંગળવાર્તવપૂN – ગાડાની ધરીમાં ઊંજન પૂરવાની જેમ અથવા ઘા પર મલમ લગાવવાની જેમ. જે રીતે ઊંજન પુરવાથી ગાડુ સરળતાથી ચાલે અને મલમ લગાવવાથી ઘા રૂઝાઈ જાય, તે જ રીતે આ ઔદારિક શરીર, સંયમ સાધનામાં સહાયક બની શકે અને ક્ષુધાવેદનીયનો ઘા રૂઝાઈ જાય; તે દૃષ્ટિકોણથી જ સાધુ આહાર કરે છે પરંતુ સ્વાદ વૃદ્ધિ કે શરીરપુષ્ટિ માટે તે આહાર કરતો નથી. વિવિUTUTHUM :- સર્પ જે રીતે આજબાજના પ્રદેશને સ્પર્શ કર્યા વિના સીધો દરમાં પ્રવેશ કરે છે તે રીતે સાધુ પણ ગ્રહિત આહારને સ્વાદ નિમિત્તે એક દાઢથી બીજી દાઢ વચ્ચે કે એક ગલોફાથી બીજા ગલોફા વચ્ચે ફેરવ્યા વિના સીધો જ નીચે ઉતારે છે. આ પ્રકારનું કથન રસેન્દ્રિય વિજય માટે છે. શેષ ઈન્દ્રિયોને શક્તિવર્ધક આહારની પ્રાપ્તિ રસેન્દ્રિય દ્વારા જ થાય છે. તેથી રસેન્દ્રિય પર વિજય પ્રાપ્ત થતાં શેષ ઈન્દ્રિયોને સહજ રીતે જીતી શકાય છે. સંગમનાવામાયાવત્તિ :- સંયમ યાત્રા માત્રા પ્રત્યયિક. સંયમયાત્રા = સંયમ પાલન કરવામાં મદદરૂપ થાય તેટલો જ આહાર સાધુ ગ્રહણ કરે અને સંયમમાં વિઘ્નરૂપ બને તેવો આહાર ગ્રહણ ન કરે અર્થાત્ સંયમ પાલન અને સ્વાધ્યાય અર્થે આહાર કરે. સમજાવિરૂઃ- અનિયત, અનેક ઘરેથી ભિક્ષા દ્વારા પ્રાપ્ત આહાર 'સામદાનિક' કહેવાય છે. તેમજ ધનાઢય, મધ્યમ અને નિમ્ન એમ અનેક ઘરોમાંથી પ્રાપ્ત આહારને સામુદાનિક આહાર કહે છે. સૂત્રમાં પ્રયુક્ત અનાવિશેષણને સામુદાનિક આહારમાં સમાવિષ્ટ કરી શકાય છે.
આ રીતે સૂત્રકારે આ શતકમાં આહારના દોષ સંબંધી વિસ્તૃત વિવેચન કર્યું છે. તેના પરથી જ સ્પષ્ટ થાય છે કે સાધુ જીવનમાં આહારની ગવેષણા, ગ્રહણૂષણ અને ગ્રામૈષણાનું અત્યંત મહત્વ છે. આહાર, દેહ નિર્વાહનું સાધન માત્ર છે. તેથી કેવળ દેહ નિર્વાહ માટે અત્યંત અનાસક્તભાવે સાધુચર્યાની રીતે આહાર કરવો જોઈએ. સૂત્રગત વિશેષણોનું વિભાજન - શસ્ત્રાતીત
પગત, વ્યુત, ચ્યાવિત ત્યક્ત દેહ. શસ્ત્રપરિણામિત
जीव विप्पजढं એષિત
અકૃત, અકારિત વગેરે સર્વ સૂત્રોક્ત ગુણો
(1)