________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. નમ: માવતી માત રે I આજે શ્રીમદ્ ભગવતી શાસ્ત્ર પર આમુખ નિમિત્તે થોડો પ્રકાશ કે મંતવ્ય રજૂ કરવાનો અવસર મળ્યો છે. તે સુંદર રીતે આલેખી શકાય તેવી વીરપ્રભુ પ્રત્યે પ્રાર્થના... હકીકતમાં ભગવતી સૂત્ર તે જ્ઞાનસાગર છે. જેમ તરંગથી ઉછળતો મહાસાગર ઘુઘવાટ કરીને મોટા મોજા ઉત્પન્ન કરે છે અને પુનઃ તે મોજા તેમાં શમી જાય છે તે રીતે આ શાસ્ત્રના વિષયોનું ચિંતન કરતી વખતે તર્કના કે બુદ્ધિના મોજા ઉછળે છે પરંતુ સાંગોપાંગ અધ્યયન કરતાં બધાંમોજાઓ શમી જાય છે અને સ્થિર પ્રકાશની પ્રાપ્તિ થાય છે.
ભગવતી શાસ્ત્રમાં જેમ તત્ત્વજ્ઞાનના પ્રકરણોની પ્રરૂપણા થઈ છે, તે રીતે કોઇ ઐતિહાસિક ઘટનાઓનો પણ સ્પર્શ કરી ઘટનાના માધ્યમથી સામાજિક હિંસાત્મક ધારણાઓનો સ્પષ્ટ પ્રતિવાદ કરવામાં આવ્યો છે. આવી એક ઘટનાનો સ્પર્શ કરી તેના કેટલાક આંતરિક ભાવોને નિહાળીએ.
જૈન શાસ્ત્રોમાં વૈશાલી અને રાજગૃહીના ગણતંત્ર રાજાઓ તથા રાજવીઓ સાથે ભયંકર યુદ્ધ થયું છે અને તેમાં કરોડો માણસો માર્યા ગયા હોય તેવો ઉલ્લેખ છે. આ યુધ્ધ જૈનશાસ્ત્રોમાં રાજગૃહીના રાજા કુણિકના નામે છે. જ્યારે બૌધ્ધ શાસ્ત્રોમાં પણ આવા જ યુધ્ધની ઘટના જોવા મળે છે જેમાં અશોકરાજાના નામે યુદ્ધ થયું હોય તેવો આભાસ છે. તે બૌધ્ધ શાસ્ત્રોના ઇતિહાસ પ્રમાણે ભગવાન બુધ્ધ વૈશાલીનો નાશ થશે તેવી ભવિષ્યવાણી કરી હતી. બંને શાસ્ત્રોમાં એક હકીકત સ્પષ્ટ થાય છે કે વૈશાલીનો નાશ થયો હતો અને ગણતંત્ર માર્યું ગયું હતું. જેમાં નવમલ્લી અને નવ લિચ્છવીનો ઉલ્લેખ છે. આખા યુધ્ધને મહાશિલાકંટક” તથા “રથમુસલ’ તેવું નામ આપવામાં આવ્યું છે અને તેનું વિશ વર્ણન પણ છે.
સૌથી મોટી વાત એ છે કે આખું યુધ્ધ પૂરું થયા પછી ભગવાન મહાવીર સ્વયં આ