________________
શતક-૫ઃ ઉદ્દેશક-૬
[ ૮૫ |
દીર્ધાયુ અને શુભ દીર્ધાયુનો તફાવત - બીજા સૂત્રમાં નિર્દોષ આહારની પ્રમુખતાએ સામાન્ય રીતે દીર્ધાયુનું કથન છે અને ચોથા સૂત્રમાં આદર ભાવ, વિનય બહુમાન પૂર્વક મુનિની પર્યાપાસના સાથે ઉત્કૃષ્ટ અહોભાવથી મનોજ્ઞ અને નિર્દોષ આહાર દાનની પ્રમુખતાએ વિશિષ્ટ(શુભ) દીર્ધાયુ બંધનું કથન છે. ત્રીજા સ્થાનના આચારેયસૂત્રોના વિષયમાંવૃત્તિકારનું મંતવ્ય આ પ્રમાણે છે– દય વિશેષપર્વન, एकस्य विशेष्यत्वेन, त्रिस्थानकत्वमगंतव्यम् । गंभीरार्थं च इदं सूत्रम् अतो अन्यथापि માનનીયનિતિના અર્થ–આ સૂત્રમાં બે શબ્દો વિશેષણ રૂપે અને એક શબ્દ વિશેષ્ય રૂપે, તેમ ત્રણ સ્થાન સમજવા જોઈએ અને આ સૂત્ર અતિગંભીર અર્થવાળું છે માટે અન્ય પ્રકારે પણ તેનો અર્થ સમજી શકાય છે.
આ કારણે પ્રસ્તુત સુત્રોના બે રીતે થતા અર્થ આ પ્રમાણે છે– (૧) એક અપેક્ષાએ પ્રાણાતિપાત અને મૃષાવાદ આ બંને અપ્રાસુક આહારના વિશેષણ છે. તેથી તેમાં આધાકર્માદિ આહાર બનાવવામાં થતી જીવહિંસા અને વહેરાવવામાં થતા મૃષાવાદનું ગ્રહણ કરવામાં આવે છે. (૨) બીજી અપેક્ષાએ જીવહિંસા, મૃષાવાદ વગેરે સ્વતંત્ર રૂપે ગ્રહણ થાય છે. તે બે પાપસ્થાનના ઉપલક્ષણથી ૧૮ પાપસ્થાનકના સેવન દ્વારા નરકાદિનું અશુભ દીર્ધાયુ અને પ્રાણાતિપાતાદિના ત્યાગથી દેવાદિનું શુભ દીર્ધાયુ બંધાય છે.
આ રીતે પ્રથમ અપેક્ષામાં ચારે સૂત્રના ત્રણે ય કારણો આહારદાનથી સંબંધિત થાય છે અને બીજી અપેક્ષામાં બે કારણ અઢાર પાપસ્થાનથી સંબંધિત થાય છે અને ત્રીજો કારણ માત્ર આહારદાનથી સંબંધિત થાય છે. વાસણ આદિના સંબંધથી લાગતી ક્રિયાઓ :| ५ गाहावइस्स णं भंते ! भंड विक्किणमाणस्स केइ भंडं अवहरेज्जा, तस्स णं भंते ! तं भंडं गवेसमाणस्स किं आरंभिया किरिया कज्जइ, परिग्गहिया किरिया कज्जइ, मायावत्तिया किरिया कज्जइ, अपच्चक्खाणकिरिया कज्जइ, मिच्छादसणवत्तिया किरिया कज्जइ ?
गोयमा ! आरंभिया किरिया कज्जइ, परिग्गहिया किरिया कज्जइ, मायावत्तिया किरिया कज्जइ, अपच्चक्खाणकिरिया कज्जइ, मिच्छादसणवत्तिया किरिया सिय कज्जइ, सिय णो कज्जइ; अह से भंडे अभिसमण्णागए भवइ, तओ से पच्छा सव्वाओ ताओ पयणुई भवंति । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! વાસણ આદિ વસ્તુ વેચતા ગૃહસ્થના તે વાસણ આદિનું કોઈ અપહરણ કરી જાય(ચોરી થઈ જાય, ત્યારે તે વાસણ આદિની શોધ કરતા તે ગૃહસ્થને શું આરંભિકી ક્રિયા, પારિગ્રહિકી ક્રિયા, માયાપ્રત્યયિકી ક્રિયા અપ્રત્યાખ્યાન ક્રિયા અથવા મિથ્યાદર્શન પ્રત્યયિકા ક્રિયા લાગે ?
ઉત્તર- હે ગૌતમ! ચોરાઈ ગયેલા તે વાસણાદિને શોધતા તે પુરુષને આરંભિકી, પારિગ્રહિકી.