________________
[ ૮૦]
શ્રી ભગવતી સૂત્ર-૨
| શતક-પ : ઉદ્દેશક-૬]
~ સંક્ષિપ્ત સાર
-
આ ઉદ્દેશકમાં અલ્પાયુ અને દીર્ધાયુ બંધના કારણો; વિક્રેતા, ક્રેતા, ધનુર્ધર, ધનુષ અને તેના વિવિધ વિભાગો જે જીવના શરીરમાંથી બન્યા છે તે જીવ વગેરેને વિવિધ પરિસ્થિતિમાં લાગતી વિવિધ ક્રિયાઓ; પ્રજ્વલિત અગ્નિ અને બુઝાતી અગ્નિના કર્મ, ક્રિયા આદિ; અન્યતીર્થિકોની એવંભૂત વેદના વિયષક મિથ્યા માન્યતાનું નિરાકરણ; આધાકર્મ આહાર સેવનનું ફળ; આચાર્ય–ઉપાધ્યાયની ગતિ અને અભ્યાખ્યાનના ફળ વગેરેનું પ્રતિપાદન છે. * અલ્પાયુબંધ- (૧) પ્રાણાતિપાતના સેવનથી (૨) મૃષાવાદના સેવનથી (૩) તથારૂપના શ્રમણોને સદોષ આહારાદિ વહોરાવવાથી જીવ અલ્પાયુનો બંધ કરે છે.
* દીર્ધાયુબંધ- (૧) પ્રાણાતિપાતના ત્યાગથી (૨) મૃષાવાદના ત્યાગથી (૩) તથારૂપના શ્રમણોને નિર્દોષ આહારાદિ વહોરાવવાથી જીવ દીર્ધાયુનો બંધ કરે છે.
* અશભ દીર્ધાયુબંધ– (૧) પ્રાણાતિપાતના સેવનથી (૨) મૃષાવાદના સેવનથી (૩) તથારૂપના શ્રમણોને સદોષ કે નિર્દોષ આહાર અનાદરપૂર્વક વહોરાવવાથી જીવ અશુભદીર્ધાયુનો બંધ કરે છે. * શુભ દીર્ધાયુબંધ- (૧) પ્રાણાતિપાતના ત્યાગથી (૨) મૃષાવાદના ત્યાગથી (૩) તથારૂપના શ્રમણોને આદરપૂર્વક નિર્દોષ આહારાદિ વહોરાવવાથી જીવ શુભ દીર્ધાયુનો બંધ કરે છે.
કે પોતાની ખોવાયેલી વસ્તુની શોધ કરનાર વ્યક્તિને વસ્તુ પર મમત્વભાવના કારણે આરંભિકી આદિ ચાર ક્રિયા લાગે છે. મિથ્યાદર્શન પ્રત્યયિકા ક્રિયા વિકલ્પ લાગે છે. જ્યારે તે વસ્તુ મળી જાય ત્યારે તે વસ્તુ શોધવાનો પુરુષાર્થ મંદ થઈ જાય છે. તેથી પૂર્વોક્ત ચારે ક્રિયાઓ અલ્પપ્રમાણમાં લાગે છે.
* (૧) કોઈ પણ વસ્તુ વેચનારે વસ્તુ વેચી નાંખી, ખરીદનારે સોદો નિશ્ચિત કર્યો પરંતુ માલવિક્રેતાને ત્યાં પડ્યો હોય, ત્યાં સુધી વિક્રેતાને આરંભિકી આદિ ચાર ક્રિયા અતિપ્રમાણમાં અને કેતાને તે ચારે ક્રિયા અલ્પપ્રમાણમાં લાગે. મિથ્યાત્વની ક્રિયા બંનેને વિકલ્પ લાગે છે. (૨) જ્યારે ક્રેતા માલ પોતાને ત્યાં લઈ જાય ત્યારે ક્રેતાને ચારે ક્રિયા અતિ પ્રમાણમાં અને વિક્રેતાને તે ક્રિયા અલ્પપ્રમાણમાં લાગે છે. (૩) માલની કિંમત ચૂકવી ન હોય, ત્યાં સુધી ક્રેતાને ધન સંબંધી ચારે ક્રિયા અતિપ્રમાણમાં અને વિક્રેતાને અલ્પપ્રમાણમાં લાગે છે. (૪) માલની કિંમત વિક્રેતાને મળી જાય, ત્યારે વિક્રેતાને ધન સંબંધી ચારે ક્રિયા અતિપ્રમાણમાં અને ક્રેતાને અલ્પપ્રમાણમાં લાગે છે.