________________
બુત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા) માતુશ્રી કુસુમબેન શાંતિલાલ શાહ
સૌ. ડો. નીતા ઈપ્સિત શાહ જેના હૈયે શ્રી નવકાર તેને શું કરશે સંસાર ? નવકાર મંત્રને સતત હૈયે ધારણ કરી, તે સંસ્કાર વારસો પોતાના પરિવારમાં વહેંચનારા માતુશ્રી કુસુમબેન અને પિતાશ્રી શાંતિલાલભાઈ શાહ સાચા અર્થમાં કુટુંબના મોભી બનીને રહ્યા છે.
લાગણીશીલ, ઉદારદિલા બંને સુપુત્રો શ્રી ઈપ્સિતભાઈ અને શ્રી ભાષિતભાઈ તથા બંને પુત્રવધુઓ ડૉ. સી. નીતાબેન અને સૌ. દર્શિતાબેન સંપ, સ્નેહ, તપ, ત્યાગ જેવા ઉમદા ગુણોથી કુટુંબની એકતાને અખંડિત રાખી રહ્યા છે.
સેવાપ્રેમી ડો. નીતા શાહ અંધેરી ઉપાશ્રયમાં હોમિયોપેથી ડોકટર તરીકે પોતાની સેવા આપી અનેક લોકોના દર્દી મીટાવી રહ્યા છે. સાથે સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ કરી જીવનને ધન્ય બનાવી રહ્યા છે અને માતા-પિતા સૌ. મંજુલાબેન રજનીકાંત મોદીના નામને ઉજ્જવળ કરી રહ્યા છે. ભાઈ-ભાભી શ્રી ભાવેશ - દિપીકા, શ્રી હેમલ – દિમીના ઉમદા ભાવોને સાર્થક કરી રહ્યા છે.
પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ના પ્રેરણા, પરિચય અને સત્સંગે સુપુત્ર જૈનમ્, સુપુત્રી ત્રીશા, મિત્રા અને જીનિતાની જીવન દિશા બદલાઈ ગઈ છે. ઉપાશ્રયે ન આવતી ત્રિશા ગુરુદેવ પાસે આવવા લાગી તેટલું જ નહીં પણ પૂજ્યવરા પૂ. મુક્તાબાઈ મ. ની નાદુરસ્ત તબિયતના સમયે હોસ્પીટલમાં સેવામાં પહોંચી જતી. ત્રિશાને ગુરુ સત્સંગનો એવો રંગ લાગ્યો કે પાર્લા મુકામે આગમ મહોત્સવ અને આગમપૂજનના સુઅવસરે આગમના શ્રુતાધાર બનવાના ભાવ જાગ્યા અને તેના તે ભાવને વધાવી લેતા ઇખ્રિતભાઈ માતુશ્રીના નામે શ્રુતાધાર બની ધન્યભાગી બન્યા. તમારી શ્રુતસેવાથી ગુરુપ્રાણ પ્રકાશન - પારસધામ આપનું ઋણી છે.
ગરપ્રાણ પ્રકાશના
PARASDHAM