________________
શ્રી ભગવતી સ્ત્ર–૨
શરીરી જીવને જાણી શકે છે. છદ્મસ્ય મનુષ્યોનું જ્ઞાન સીમિત હોવાથી તે સ્વયં જાણી શકતા નથી પરંતુ વળી આદિ પાસેથી સાંભળીને અથવા આગમ વગેરે પ્રમાણથી જાણી શકે છે.
૪૪
સ્વ–પરનો નિશ્ચય કરનારું જ્ઞાન, પ્રમાણ કહેવાય છે. તેના ચાર ભેદ છે– પ્રત્યક્ષ, અનુમાન, આગમ અને ઉપમાન. સૂત્રમાં તેનું સંક્ષિપ્ત કથન છે.
ચરમ કર્મ અથવા ચરમ નિર્જરાના પુદ્ગલોને કેવળી જાણી શકે છે પરંતુ છદ્મસ્ય જાણી શકતા
નથી.
★
કેવળી ભગવાનને પ્રકૃષ્ટ મન–વચનનો પ્રયોગ હોય છે. જેને ઉપયોગવંત, સમ્યગ્દૃષ્ટિ, પર્યાપ્ત વૈમાનિક દેવો જાણી શકે છે પરંતુ અન્ય દેવો જાણી શકતા નથી.
★ અનુત્તર વિમાનવાસી દેવો પોતાના સ્થાનમાં જ રહીને કેવળી ભગવાન સાથે વાર્તાલાપ કરી શકે છે. તેમની પાસે વિશિષ્ટ અવધિજ્ઞાન તથા મનોદ્રવ્ય વર્ગા લબ્ધિ હોય છે. જેના માધ્યમથી તે દેવો મનથી પ્રશ્ન પૂછે, ત્યારે કેવળી ભગવાન મનથી ઉત્તર આપે છે અને તે ઉત્તરને દેવો જાણી લે છે.
અનુત્તરોપપાતિક દેવો ઉદીર્ણમોહી કે ક્ષીણમોહી નથી, તેઓ ઉપશાંત મોહી હોય છે અર્થાત્ તેઓને વિષય અને કષાય રૂપ મોહભાવ અત્યંત ઉપશાંત હોય છે.
★
કેવળી ભગવાનને ક્ષાયિકજ્ઞાન હોવાથી તે ઈન્દ્રિય દ્વારા સીમિત જાણતા નથી. પરંતુ તેઓ કેવળ– જ્ઞાન વડે સર્વ દિશાઓમાં સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને સર્વ ભાવોને સંપૂર્ણ રીતે જાણે છે અને દેખે છે.
યોગોની ચંચલતાના કારણે કેવળી ભગવાન પણ હાથ-પગ આદિ અવયવોને એક સ્થાનેથી ઉપાડ્યા પછી ફરીથી તે જ આકાશ પ્રદેશો ઉપર રાખી શકતા નથી. કેવળી ભગવાનનું આત્મ દ્રવ્ય સયોગ અને સવીર્યવાળું હોવાથી તેઓના પણ હાથ-પગ આદિ ઉપકરણોમાં ચંચલતા હોય છે. તેથી તેઓ હાથ આદિને ઉપાડી પાછા ત્યાં જ, તે જ પ્રદેશો પર રાખી શકે નહીં. આકાશપ્રદેશોની સૂક્ષ્મતા અને શરીરના ઉપકરણરૂપ હાથ વગેરેની ચંચલતાના કારણે પૂર્વના અવગાહિત આકાશપ્રદેશોથી, પછી મૂકાયેલા હાયાદિના આકાશપ્રદેશોમાં સ્વતઃ ભિન્નતા આવી જાય છે.
ચૌદ પૂર્વધારી—શ્રુતકેવળી "ઉત્કરિકા ભેદ લબ્ધિ"થી એક ઘટમાંથી હજારો ઘટ બનાવી શકે છે તેમજ અન્ય પણ એક વસ્તુમાંથી અનેક વસ્તુ બનાવી શકે છે.
આ રીતે આ ઉદ્દેશકમાં વિવિધ વિષયો હોવા છતાં મુખ્યતાએ કેવળીની અને દેવોની વિશિષ્ટ ક્ષમતાનું
દિગ્દર્શન છે.
܀ ܀ ܀ ܀ ܀