________________
શતક—૫ : ઉદ્દેશક ૩
ગાંઠવાળી પરંપર જિયા - પરંપર થિત, અનેક ગાંઠોના કારણે પ્રથમ ગાંઠથી બીજી, ત્રીજી, ચોથી વગેરે પરંપર રૂપે ગૂંથાયેલી ગાંઠવાળી અળમળ જિયા = અન્યોન્ય ગ્રથિત, પરસ્પર ગૂંથાયેલી ગાંઠવાળી અળમા ચત્તાÇ = અન્યોન્ય ગુરુ, પરસ્પર ગૂંથાયેલી ગાંઠોના કારણે જાળમાં વસ્તુ આવતાં તે વિસ્તીર્ણ થઈ જાય તેવી અĪમળમારિયત્તાણ્ = અન્યોન્ય ભારી, પરસ્પર ગૂંથાયેલી ગાંઠોના કારણે જાળમાં જે વજન આવે તે વજન બધી ગાંઠો પર સમાન રૂપે વહેંચાય જાય તેવી સમાન ભારવાળી ળમળ્ ય સંમારિયત્તાણ્ - અન્યોન્ય ગુરુ સંભારી, પરસ્પર ગૂંથાયેલી ગાંઠોના કારણે જે વિસ્તીર્ણ અને સમાન ભાર– વાળી થઈ જાય તેવી અળમળપણ્ અન્યોન્ય સમુદાયરૂપ, બધી ગાંઠો પરસ્પર એકબીજાને સહયોગી હોવાથી એક સમુદાય રૂપ લાગતી.
=
૩૯
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અન્યતીર્ષિકો આ પ્રમાણે કહે છે, ભાષણ કરે છે, બતાવે છે, પ્રરૂપણા કરે છે કે જેમ કોઈ જાલગ્રંથિ હોય— જે ક્રમિક ગાંઠવાળી, અનંતર ગ્રંથિત, પરંપર ગ્રથિત, પરસ્પર ગ્રથિત, પરસ્પર સંબંધિત ગાંઠોના કારણે વિસ્તૃત થતી, પરસ્પર સંબંધિત ગાંઠોના કારણે સમાન ભારવાળી, પરસ્પર સંબંધિત ગાંઠોના કારણે વિસ્તીર્ણ અને સમાન ભારવાળી, પરસ્પર સંબંધિત ગાંઠના કારણે એક સમૂહ રૂપ લાગતી હોય તેવી અર્થાત્ એક જાળ ગ્રંથકામાં અનેક ગાંઠો જોડાયેલ હોય; તેમ અનેક જીવોના, અનેક હજારો ભવોના, અનેક હજારો આયુષ્ય પરસ્પર સંબદ્ધ હોય છે અને એક જીવ એક સમયમાં બે આયુષ્યનું વેદન કરે છે– આ ભવનું આયુષ્ય અને પરભવનું આયુષ્ય. જે સમયે આ ભવના આયુષ્યનું વેદન કરે છે તે સમયે પરભવના આયુષ્યનું વેદન કરે છે અને જે સમયે પરભવના આયુષ્યનું વેદન કરે છે તે સમયે આ ભવના આયુષ્યનું વેદન કરે છે. હે ભગવન્ ! તે કેવી રીતે હોય ? અર્થાત્ શું આ કથન સત્ય છે ?
ઉત્તર- હૈ ગૌતમ ! અન્યતીર્થિકો જે આ પ્રમાણે કહે છે થાવત્ એક જીવ એક સમયમાં આ ભવનું અને પરભવનું બંને આયુષ્ય વેઠે છે; તેમનું તે કથન મિથ્યા છે. હે ગૌતમ ! હું આ રીતે કહું છું યાવત્ પ્રરૂપણા કરું છું કે જેમ કોઈ એક જાલ હોય– જે પૂર્વોક્ત વિશેષણોથી યુક્ત યાવત્ પરસ્પર સંબંધિત ગાંઠોના કારણે એક સમુદાય રૂપ લાગતી હોય; તેમ(તે જાલ ગ્રંથિકાની એક એક ગાંઠ અને એક એક ગાંઠ પક્તિની જેમ) એક જીવના અનેક હજારો ભવના અનેક હજારો આયુષ્ય અનુક્રમે(સાંકળની જેમ) સંબદ્ધ હોય છે અને એક જીવ એક સમયમાં એક આયુષ્યનું વેદન કરે છે. જેમ કે- આ ભવનું આયુષ્ય અથવા પરભવનું આયુષ્ય; જે સમયે આ ભવના આયુષ્યનું વેદન કરે છે તે સમયે પરભવના આયુષ્યનું વેદન કરતો નથી અને જે સમયે પરભવના આયુષ્યનું વંદન કરે તે સમયે આ ભવના આયુષ્યનું વેદન કરતો નથી. આ રીતે એક જીવ એક સમયમાં એક આયુષ્યનું વેદન કરે છે, યથા¬ આ ભવનું આયુષ્ય અથવા પરભવનું આયુષ્ય. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં બે આયુષ્ય વેદન સંબંધી અન્યતીર્થિકોના કથનનું ખંડન કરીને, એક ભવિક આયુષ્ય વેદનનો સિદ્ધાંત સિદ્ધ કર્યો છે.
અન્યતીર્થિકોનું મંતવ્ય – જેમ જાળમાં અનેક તાર અનેક સ્થળે ગૂંથાયેલા હોય છે, તેમ અનેક જીવોના અનેક ભવોના અનેક આયુષ્યો પરસ્પર ગૂંથાયેલા જોડાયેલા હોય છે અને તેમાંથી જીવો એક સમયમાં
·