________________
| શતક-૧: ઉદ્દેશક–૧
[ ૧૮ ]
તીવ્ર કરવો. દધુ:- કર્મરૂપી કાષ્ઠને ધ્યાનાગ્નિમાં ભસ્મીભૂત કરી, અકર્મ રૂપ કરવા. મૃત:- પૂર્વબદ્ધ આયુષ્યકર્મના દલિકોનો નાશ થવો. નિર્જીર્ણ - ફળ આપ્યા પછી કર્મોનું આત્માથી પૃથક્ થવું, ક્ષીણ થવું. ઉક્ત પદોમાં એકાર્થતા અને ભિન્નાર્થતા :
८ एए णं भंते ! णव पया किं एगट्ठा णाणाघोसा णाणावंजणा उदाहु णाणट्ठा णाणाघोसा णाणावंजणा ?
गोयमा ! चलमाणे चलिए, उदीरिज्जमाणे उदीरिए, वेइज्जमाणे वेइए, पहिज्जमाणे पहीणे, एए णं चत्तारिपया एगट्ठा णाणाघोसा णाणावंजणा उप्पण्णपक्खस्स ।
छिज्जमाणे छिण्णे, भिज्जमाणे भिण्णे, डज्झमाणे दड्डे, मिज्जमाणे मडे, णिज्जरिज्जमाणे णिज्जिण्णे, एए णं पंच पया णाणट्ठा णाणाघोसा णाणावंजणा विगयपक्खस्स ।
શબ્દાર્થ :- કિ = એકાર્થક બાવાસા = ભિન્ન ઘોષવાળા નાણાવાળા = ભિન્ન વ્યંજનવાળા ૩ખૂUUપfઉસ = ઉત્પન્ન પક્ષની અપેક્ષાએ વિચપઉસ = વિગત પક્ષની અપેક્ષાએ.
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ નવ પદ શું એકાર્થક અને ભિન્ન ઘોષવાળા છે? ભિન્ન વ્યંજનવાળા છે? કે ભિન્નાર્થક અને ભિન્ન ઘોષવાળા અને ભિન્ન વ્યંજનવાળા છે?
ઉત્તર- હે ગૌતમ! ચલમાન ચલિત, ઉદીર્યમાણ ઉદીરિત, વેદ્યમાન વેદિત, પ્રહાયમાણ પ્રહણ, તે ચાર પદ ઉત્પન્ન પદની અપેક્ષાએ એકાર્થક, ભિન્નઘોષવાળા અને ભિન્ન વ્યંજનવાળા છે.
છિદ્યમાન છિન્ન, ભિધમાન ભિન્ન, દશુમાન દગ્ધ, પ્રિયમાણ મૃત અને નિર્જીર્ણમાણ નિર્જીર્ણ આ પાંચ પદ વિગત પક્ષની અપેક્ષાએ ભિન્નાર્થક, ભિન્ન ઘોષવાળા અને ભિન્ન વ્યંજનવાળા છે.
વિવેચન :
પ્રસ્તુત પ્રશ્નમાં ગૌતમ સ્વામીનો અભિપ્રાય એ છે કે ઉપરોક્ત નવ પદમાં ઘોષ–ઉચ્ચારણ, વ્યંજન-ક, ખ, આદિ વર્ણ પ્રયોગ તો ભિન્ન ભિન્ન છે પરંતુ તેનો અર્થ એક જ છે કે ભિન્ન ભિન્ન છે?
એકાર્થક બે રીતે થઈ શકે છે, એક જ વિષયને પ્રતિપાદન કરતા શબ્દોને એકાર્થક કહેવાય છે અને