________________
| શતક-૧
_ _
શતક-૧
| પરિચય છROCROR ORDROCROR
*
આ શતકમાં દશ ઉદ્દેશક છે. તેના પ્રત્યેક ઉદ્દેશકમાં વિવિધ વિષયોનું વર્ણન આ પ્રમાણે છે–
* ઉદ્દેશક-૧ - સમગ્ર શાસ્ત્રના મંગલાચરણ રૂપ નમસ્કાર મહામંત્રનું ઉચ્ચારણ કરીને સૂત્રકારે ગૌતમ સ્વામીનો મુખ્ય પ્રશ્ન વનમાં તિરે પ્રસ્તુત કર્યો છે. ત્યારપછી ૨૪ દંડકોના જીવોના આહાર આદિ સંબંધી પ્રશ્ન, આત્મારંભ-પરારંભ, જ્ઞાનાદિની પરંપરા, સંવૃત્ત અને અસંવૃત્ત અણગાર તથા અસંયત જીવોની ગતિનું નિરૂપણ છે.
* ઉદ્દેશક-૨ - સ્વકૃત કર્મફળ ભોગનો સિદ્ધાંત, ૨૪ દંડકના જીવોમાં અને સલેશી જીવોમાં સમાહાર, સમકર્મ, સમક્રિયાદિ; સંસાર સંસ્થાનકાલ, અંતક્રિયા, અસંયત ભવ્ય દ્રવ્ય દેવાદિ ૧૪ બોલનો ઉપપાત અને અસંસી આયુષ્યનું પ્રતિપાદન છે. * ઉદ્દેશક-૩ :- કાંક્ષામોહનીય કર્મ, તેના બંધ અને વેદનના કારણો, શ્રમણ નિગ્રંથોમાં કાંક્ષા મોહનીયનું વેદન, તેમજ તેના નાશનો સચોટ ઉપાય અને અસ્તિત્વ-નાસ્તિત્વના પરિણમન વિષયક વિચારણા કરી છે.
* ઉદ્દેશક-૪:-કર્મપ્રકૃતિ, જીવનું ઉપસ્થાન અને અપક્રમણ, કર્મક્ષયથી મુક્તિ, પુદ્ગલનું નિત્યત્વ અને છદ્મસ્થ મુક્તિનો નિષેધ કર્યો છે. જ ઉદેશક-૫ - ૨૪ દંડકના જીવોના આવાસ, સ્થિતિસ્થાન, અવગાહના, શરીર, વેશ્યા, દષ્ટિ વગેરે તથા તેમાં ક્રોધાદિની અપેક્ષાએ ભંગ સંખ્યાનું પ્રતિપાદન છે. * ઉદ્દેશક-૬ - સૂર્યના ઉદય-અસ્ત સમયની દૂરી, લોકાન્ત સ્પર્શના, ક્રિયા વિચાર, રોહા અણગારના પ્રશ્નો, લોકસ્થિતિ, જીવ અને પુદ્ગલ સંબંધ અને સ્નેહકાયનું વર્ણન છે.
* ઉદ્દેશક-૭ :- નારકાદિ જીવોમાં ઉપપાત અને ઉદ્વર્તના સમયનો આહાર, વિગ્રહગતિ, ગર્ભવિચાર, ગર્ભસ્થ જીવની ગતિ, સ્થિતિ આદિ વિષયોનું નિદર્શન છે. * ઉદ્દેશક-૮:- બાલ-પંડિતાદિનો આયુષ્યબંધ, મૃતઘાતકાદિને લાગતી ક્રિયા, જય-પરાજયનું કારણ અને વીર્ય વિચારણા કરી છે.
* ઉદ્દેશક-૯ :- જીવોનું ગુરુત્વ–લઘુત્વ, નિગ્રંથો માટે પ્રશસ્તગુણો, આયુષ્યબંધ વિષયક અન્યતીર્થિકોની માન્યતાનું નિરાકરણ, કાલસ્યવેષિપુત્ર અણગારના પ્રશ્નો, અપ્રત્યાખ્યાન ક્રિયા,