________________
૫૧૦ |
શ્રી ભગવતી સૂત્ર
શરણ ગ્રહણની જરૂર રહેતી નથી.
તેમ જ આપત્તિના સમયે સિદ્ધાયતન કે ચૈત્યમાંથી કોણ સહાયતા કરી શકે ? કેમ કે સિદ્ધ તો આવતા નથી અને કોઈ સામાન્ય દેવ આવે તો તે ઈન્દ્રનું રક્ષણ કરવામાં સમર્થ નથી. દ. પ્રશ્ન- ચૈત્ય શબ્દના કેટલા અર્થ થાય છે?
ઉત્તર- શબ્દકોશ પ્રમાણે ચૈત્યથી શબ્દના અનેક અર્થ થાય છે પરંતુ આપણા આગમોમાં ચૈત્ય શબ્દ (૧) ઉદ્યાન–બગીચો, (૨) દેવાલય અને (૩) જ્ઞાન અર્થમાં પ્રયુક્ત છે, તીર્થકરોને જે વૃક્ષ નીચે કેવળજ્ઞાન થાય તેને ચૈત્યવૃક્ષ અથવા જ્ઞાનોત્પત્તિ વૃક્ષ કહે છે. તે જ રીતે વંદનાના પાઠમાં 'વેદ્ય' શબ્દ 'જ્ઞાનવાન' અર્થમાં છે અને ઉધાન કે દેવાલય માટે તો ચૈત્ય શબ્દનો પ્રયોગ અનેક સ્થાને થયો છે. આ રીતે અનેક અર્થ ધરાવતા ચૈત્ય' શબ્દનો જ્યાં જે અર્થ સંગત હોય તે અર્થ સ્વીકાર્ય છે. જેમ કે જ્ઞાનોત્પત્તિથી સંબંધિત ચૈત્ય શબ્દનો કેવળજ્ઞાન અર્થ જ કરાય છે. તાત્પર્ય એ છે કે ચૈત્ય શબ્દથી સર્વત્ર મંદિર કે મૂર્તિ જ અર્થ કરવો ઉચિત નથી.
૭. પ્રશ્ન- શતક-૩/ર સૂ. ૧૧માં 'અરિહંત ચૈત્યનું શરણ સ્વીકાર્ય છે તે પ્રકારનો ઉલ્લેખ છે તે શું યથાસંગત છે?
ઉત્તર– તે પાઠમાં કોઈ મૌલિકતા જણાતી નથી, કારણ કે તેનો સૂત્રપાઠ આ પ્રમાણે છે–ચ્છાનેવ असुरकुमारा वि देवा णण्णत्थ अरिहंते वा, (अरिहंतचेइयाणि वा,) अणगारे वा ભાવિયપળો fuસાપ ૩ઠ્ઠ ૩પ્રતિ | (સૂ. ૧૧) અહીં 'અરિહંત' અને 'અણગાર' શબ્દ એક વચનમાં છે અને તેની વચ્ચે 'અરિહંત ચેત્ય' શબ્દ બહુવચનાત છે, આ પ્રકારનો નિષ્કારણ પ્રતીત થતો વચન ભેદ તેની મૌલિકતાને સિદ્ધ કરી શકતો નથી. (૨) શક્રેન્દ્ર પોતાના મનોભાવ પ્રભુ સમક્ષ પ્રગટ કરે છે તેમાં અરિહંત વગેરેની આશાતના ન થાય તેવો ભાવ છે, તે પાઠ આ પ્રમાણે છે- તે મહાપુરૂવું હતું તફાવાળું રિહંતાણં મજાવંતામાં ગણTIRTH અન્નાસાયપિ તિ ટું દિપ I (સૂ. ૨૦) અહીં અરિહંત અને તેના અણગાર તેમ બેની જ આશાતનું કથન છે, ત્રણની આશાતનું કથન નથી. તો જે શરણ ગ્રહણ કરવાના પાઠમાં ત્રણનું કથન હોય તો આશાતમાં પણ ત્રણનું કથન હોવું જોઈએ, પરંતુ તેમ નથી.
આ રીતે અનેક દષ્ટિકોણથી વિચારતાં મૂળપાઠમાં રિત વેડ્યfણ શબ્દ મૌલિક ન હોય તેમ પ્રતીત થાય છે.