________________
શ્રી ભગવતી સૂત્ર–૧
ગયા પછી વરુણ મહારાજાનું સ્વયંજલ નામનું મહાવિમાન આવે છે. આ રીતે તેના વિમાન, રાજધાની, પ્રાસાદાવતંસકો વગેરેનું સંપૂર્ણ વર્ણન સોમ મહારાજાના મહાવિમાનની સમાન જાણવું જોઈએ. કેવળ નામમાં અંતર છે.
૪૮૪
દેવેન્દ્ર દેવરાજ શક્રના લોકપાલ વરુણ મહારાજાની આજ્ઞા આદિમાં આ દેવો રહે છે. યથાવરુણકાયિક, વરુણદેવકાયિક, નાગકુમાર, નાગકુમારીઓ, ઉદધિકુમાર, ઉદધિકુમારીઓ, સ્તનિતકુમાર, સ્તનિતકુમારીઓ ઈત્યાદિ અને આ પ્રકારના તેની ભક્તિ કરનારા અને તેનો પક્ષ લેનારા તથા તેના
અધીનસ્થ દેવ તેની આજ્ઞા આદિમાં રહે છે.
આ જંબુદ્રીપના મેરુ પર્વતની દક્ષિણ દિશામાં જે કાર્ય ઉત્પન્ન થાય છે. યથા– અતિવૃષ્ટિ, મંદવૃષ્ટિ, સુવૃષ્ટિ, દુવૃષ્ટિ, ઉદકોદ્દેદ–પહાડાદિમાંથી નીકળતા ઝરણા, ઉદકોત્પીલ-તળાવાદિમાં પાણીનો સમૂહ, અપવાહ–પાણીનું થોડું વહેવું, પ્રવાહ—પાણીનો પ્રવાહ, ગ્રામવાહ–ગામનું તણાઈ જવું, સન્નિવેશવાહ— સન્નિવેશ આદિનું તણાઈ જવું. પ્રાણક્ષય અને આ પ્રકારના અન્ય સર્વ કાર્ય વરુણ મહારાજાથી અથવા વરુણકાયિક દેવોથી અજ્ઞાત નથી.
દેવન્દ્ર દેવરાજ શક્રના લોકપાલ વરુણ મહારાજાના અપત્યરૂપે અભિમત આ દેવ છે. યથા— કર્કોટક, કર્દમક, અંજન, શંખપાલક, પુંડ્ર, પલાશ, મોદ, જય, દધિમુખ, અયંપુલ અને કાતરિક.
દેવેન્દ્ર દેવરાજ શક્રના લોકપાલ વરુણ મહારાજાની સ્થિતિ દેશોન બે પલ્યોપમની છે અને તેના અપત્યરૂપ દેવની સ્થિતિ એક પલ્યોપમની છે. વરુણ મહારાજા આ પ્રકારે ઋદ્ધિ સંપન્ન અને પ્રભાવ
સંપન્ન છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં લોકપાલ વરુણના વિમાન, તેનું સ્થાન, પરિમાણ, તેના આધીન દેવો, તેનું કાર્ય, દેવ અને સ્થિતિનું વર્ણન છે. જે મૂળપાઠથી સ્પષ્ટ છે.
અપત્યરૂપ
कक्कोड :– કર્કોટક દેવ, લવણ સમુદ્રમાં ઈશાન કોણમાં અનુવેલઘર નામના નાગકુમાર રાજાના આવાસરૂપ પહાડ છે. તેનું નામ કર્કોટક પર્વત છે. તેના પર રહેનારા નાગરાજ પણ કર્કોટક કહેવાય છે. મ:- કર્દમક—લવણ સમુદ્રમાં અગ્નિકોણમાં વિદ્યુતપ્રભ નામનો પર્વત છે. તેના પર કર્દમક દેવ રહે છે. અનપેઃ– અંજન–વાયુકુમાર દેવોના રાજા વેલમ્બના લોકપાલનું નામ અંજન છે.
સંઘવાદ્ :- શંખપાલક–ધરણ અને નાગના નાગરાજના લોકપાલનું નામ શંખપાલક છે.
-
વૈશ્રમણ લોકપાલનું મહાવિમાન : તેનો વિષય આદિ :
११ कहि णं भंते ! सक्कस्स देविंदस्स देवरण्णो वेसमणस्स महारण्णो