________________
૪૧૨ |
શ્રી ભગવતી સૂત્ર-૧
શબ્દાર્થ – ૩ ક્વાલીફ = નષ્ટ કરવા માટે, સળે લગભૂપ - ઉષ્ણ–ગરમ થયા, ઉષ્ણતાને પ્રાપ્ત થયા, અર્થાત્ રુષ્ટ થયા, ચોખાને પોતે = ચતુષ્પાલ–ચતુખંડ નામના શસ્ત્રભંડાર, પાદરય = પરિઘરત્ન નામનું શસ્ત્ર, મુ= ગ્રહણ કર્યું અમર વદમીને = રોષને ધારણ કરતા. ભાવાર્થ :- સામાનિક દેવોનો ઉત્તર સાંભળીને, અવધારણ કરીને, અસુરેન્દ્ર અસુરરાજ ચમર, આસુરક્ત અર્થાત્ કુદ્ધ થયા, રુષ્ટ થયા, કુપિત થયા, ચંડ અર્થાત્ ભયંકર આકૃતિવાળા થયા અને ક્રોધના આવેશમાં દાંત કચકચાવવા લાગ્યા. પછી સામાનિક પરિષદના દેવોને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! દેવેન્દ્ર દેવરાજ શક્ર કોઈ અન્ય છે અને અસુરેન્દ્ર અસુરરાજ ચમર કોઈ અન્ય છે. દેવેન્દ્ર દેવરાજ શક્ર જે મહાઋદ્ધિવાન છે, તે કોઈ અન્ય છે અને અસુરેન્દ્ર અસુરરાજ ચમર જે અલ્પઋદ્ધિવાન છે, તે કોઈ અન્ય છે, હે દેવાનુપ્રિયો! હું સ્વયં દેવેન્દ્ર દેવરાજ શક્રને તેની શોભાથી ભ્રષ્ટ કરવા ઈચ્છું છું." એ પ્રમાણે કહીને ચમરેન્દ્ર ગરમ થયા અને તેણે અસ્વાભાવિક ગરમીને પ્રાપ્ત કરી, તે અત્યંત કુપિત થયા. ત્યાર પછી અસુરેન્દ્ર અસુરરાજ ચમરે અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો–અવધિજ્ઞાનના પ્રયોગ દ્વારા ચમરેન્દ્ર મને શ્રી મહાવીરને જોયો. મને જોઈને ચમરેન્દ્રને આ પ્રકારના અધ્યવસાયાદિ સંકલ્પ ઉત્પન્ન થયા કે– શ્રમણ ભગવાન મહાવીર સ્વામી, જંબૂદ્વીપના ભરતક્ષેત્રના સુસુમારપુર નામના નગરના, અશોક વન ખંડ નામના ઉદ્યાનમાં, એક ઉત્તમ અશોક વૃક્ષની નીચે પૃથ્વીશિલા પટ્ટક પર અઠ્ઠમ તપ સ્વીકારીને, એક રાત્રિની મહાપ્રતિમા અંગીકાર કરીને સ્થિત છે. મારા માટે તે શ્રેયસ્કર છે કે હું શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો આશ્રય લઈને, દેવેન્દ્ર દેવરાજ શક્રને તેની શોભાથી ભ્રષ્ટ કરવા માટે જાઉં, આ પ્રકારનો વિચાર કરીને તે ચમરેન્દ્ર પોતાની શય્યા પરથી ઊઠયા, ઊઠીને દેવદૂષ્ય પરિધાન કર્યું. પરિધાન કરીને ઉપપાત સભાના પૂર્વ ધારથી નીકળ્યા, નીકળીને સુધર્મા સભામાં ચોપ્પાલ ચારે તરફ પાળ વાળા ચોખંડા નામના શસ્ત્રાગાર તરફ ગયા. ત્યાં જઈને પરિઘ રત્ન નામનું શસ્ત્ર લીધું, કોઈને સાથે લીધા વિના, એકલા જ અત્યંત કોપ સહિત ચમરચંચા રાજધાનીની મધ્યમાંથી નીકળ્યા; નીકળીને તિરછાલોકના તિગિચ્છ કૂટ નામના ઉત્પાત પર્વત પર આવ્યા.
ત્યાં વૈક્રિય સમુઘાત દ્વારા સમવહત થઈ, ઉત્તર વૈક્રિય રૂ૫ બનાવ્યું. પછી ઉત્કૃષ્ટ દેવગતિ દ્વારા તે ચમર, તે પૃથ્વીશિલાપટ્ટકની તરફ મારી પાસે આવ્યા, આવીને ત્રણવાર મારી પ્રદક્ષિણા કરી મને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરી, તેણે આ પ્રમાણે કહ્યું, "હે ભગવન્! હું આપનો આશ્રય લઈને સ્વયમેવ એકલો જ દેવેન્દ્ર દેવરાજ શક્રને તેની શોભાથી ભ્રષ્ટ કરવા ઈચ્છું છું"
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે સ્વ-સ્વરૂપના અજ્ઞાનથી ક્રોધાવેશમાં આવેલી વ્યક્તિની પરિસ્થિતિનું દર્શન ચમરેન્દ્રના વર્ણન દ્વારા કરાવ્યું છે. અમરેન્દ્રને પોતાની શક્તિનો કે ક્રોધાવેશમાં કરેલા કૃત્યના પરિણામનો વિચાર થયો નથી. તેણે ભગવાનના શરણમાં જઈ પોતાની દુર્ભાવના પ્રગટ કરી દીધી.
ચમરેન્દ્રનું રૌદ્ર સ્વરૂપે ઊર્ધ્વગમન :| २० त्ति कटु उत्तरपुरस्थिमं दिसीभागंअवक्कमेइ, वेउव्वियसमुग्घाएणं समोहणइ,