________________
પ્રસ્તુત આગમના બે સંસ્કરણ પ્રાપ્ત થાય છે. એક સંક્ષિપ્ત સંસ્કરણ અને બીજું વિસ્તૃત સંસ્કરણ, વિસ્તૃત સંસ્કરણ સવા લાખ શ્લોક પ્રમાણ છે. તેથી તેને સવાલખી ભગવતી કહેવાય છે. સંક્ષિપ્ત સંસ્કરણ અર્થાત્ પ્રસ્તુત સંસ્કરણ અનુક્રુપ શ્લોકના અનુપાતથી ૧૬,૦૦૦ શ્લોક પ્રમાણ છે. બંને સંસ્કરણમાં કોઈ મૌલિક ભેદ નથી. સંક્ષિપ્ત સંસ્કરણમાં અનેક સ્થાને “ગ” શબ્દથી પાકને સંક્ષિપ્ત કર્યો છે.
પ્રસ્તુત સંસ્કરણમાં ૧૩૮ શતક અને ૧૯૨૫ ઉદ્દેશક ઉપલબ્ધ છે. પ્રથમ ૩૨ શતક સ્વતંત્ર છે. શતક-૩૩ થી ૩૯ સુધીના સાત શતકના બાર-બાર અવાન્તર શતક છે. શતક૪૦ના ૨૧ અવાન્તર સતક છે અને શતક-૪૧મું સ્વતંત્ર છે. આ રીતે સર્વ મળીને ૧૩૮ શતક છે. તેમાં ૪૧ શતક મુખ્ય છે. શેષ અવાન્તર શતક છે.
વિષય વસ્તુ પ્રત્યેક શતકના ઉદ્દેશકોનાં નામ શતકના પ્રારંભમાં આપ્યા છે. તેમાં તે ઉદ્દેશકના મુખ્ય વિષયનો નિર્દેશ છે. અન્ય પણ અનેક વિષય તે ઉદ્દેશકોમાં છે. તેથી આ સૂત્ર તત્ત્વવિદ્યાનો આકર (ભંડારરૂ૫) ગ્રંથ છે. તેમાં જીવ જગત અને જડ જગતનું વિવિધ પ્રકારે વિસ્તૃત વિવેચન થયેલું છે.
આ આગમમાં મુખ્ય પ્રશ્નકારો, ઈન્દ્રભૂતિ, (ગૌતમસ્વામી), અગ્નિભૂતિ, વાયુભૂતિ, મંડિતપુત્ર, માકંદીપુત્ર, રોહી અણગાર, જયંતી શ્રાવિકા, પાર્થાપત્ય સ્થવિરો, અન્યતીર્થિકો વગેરે અનેક છે. તેમ છતાં બહુલતાએ શ્રી ગૌતમના પ્રશ્નો અને પ્રભુ મહાવીરના ઉત્તરો સંગ્રહિત છે. ભિન્ન ભિન્ન કાલે, ભિન્ન ભિન્ન વ્યક્તિઓએ, ભિન્ન ભિન્ન વિષયક પ્રશ્નો પૂછયા છે. તેથી તેમાં કોઈ ચોકકસ ક્રમ નથી. તેથી આ વિશાળકાય આગમનું આકલન-સંકલન કરવું, તે અત્યંત જટિલ કાર્ય છે.
પ્રસ્તુત આગમમાં ગણિતાનુયોગના વિષયોની પ્રધાનતા હોવા છતાં શેષત્રણ અનુયોગ સંબંધી વિષયો પણ અનેક સ્થાને ઝળકી રહ્યાં છે. તત્ત્વજ્ઞાન અને આચારનો સુભગ સમન્વય આ આગમની વિશિષ્ટતા છે. કેટલાક તાવિક વિષયોને સમજાવવા માટે કથાનુયોગનો પ્રયોગ થયો છે. સંક્ષેપમાં આ આગમમાં ચાર અનુયોગના વિષયો આ પ્રમાણે છે
દ્રવ્યાનુયોગ = પંચાસ્તિકાય (શતક-૨/૧૦), પરમાણુવાદ, પુદ્ગલ પરાવર્તન, સંસાર સંસ્થાનકાલ (શતક ૧/૨), પ્રયોગબંધ, વિસસાબંધ, મન, બુદ્ધિ, ઈન્દ્રિયો, ગતિ, શરીર, લેગ્યા આદિજૈન ધર્મના આગવા સિદ્ધાંતો પ્રસ્તુત આગમમાં અનેક સ્થાને પ્રાપ્ત થાય છે.
5
36