________________
૩૫૪]
શ્રી ભગવતી સૂત્ર-૧
આદિથી સંપન્ન છે. તે પોતાના ભવનો, સામાનિક દેવો અને પોતાની અગ્રમહિષીઓ–પટ્ટરાણીઓ પર આધિપત્ય કરતા, દિવ્ય ભોગ ભોગવતા વિચરે છે. તેઓ આ પ્રકારની મહાઋદ્ધિ સંપન્ન છે. તેઓની વૈક્રિયશક્તિ આ પ્રમાણે છે- હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરના સામાનિક દેવ, વિદુર્વણા કરવા માટે વૈક્રિય સમુઘાતથી સમવહત થાય છે. હે ગૌતમ! જે રીતે કોઈ યુવા પુરુષ, યુવતીના હાથને દઢતાથી પકડે અને બંને સંલગ્ન પ્રતીત થાય અથવા ગાડાના પૈડાની ધુરીમાં આરા સંલગ્ન, સુસંબદ્ધ હોય, એ રીતે અસુરેન્દ્ર અસુરરાજ ચમરના સામાનિક દેવ, વૈક્રિયશક્તિ દ્વારા અનેક અસુરકુમાર દેવો તથા દેવીઓ બનાવી, આ જંબુદ્વીપને સંપૂર્ણ આકીર્ણ, વ્યતિકીર્ણ, ઉપસ્તીર્ણ, સંસ્તીર્ણ, સ્પષ્ટ અને ગાઢાવગાઢ કરી શકે છે અર્થાત્ ઠસોઠસ ભરી શકે છે.
તે ઉપરાંત હે ગૌતમ ! અરેન્દ્ર અસુરરાજ ચમરના સામાનિક દેવો, સમુદ્યાત કરીને અનેક અસુરકુમાર દેવ-દેવીઓના રૂપો દ્વારા આ તિથ્ય લોકના અસંખ્ય દ્વીપ–સમુદ્રો સુધીના ક્ષેત્રને આકીર્ણ, વ્યતિકીર્ણ, ઉપસ્તીર્ણ, સસ્તીર્ણ, સ્પષ્ટ અને ગાઢાવગાઢ કરી શકે છે, હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરના સામાનિક દેવોની આ પ્રકારની શક્તિ છે, વિષય છે, વિષયમાત્ર છે, પરંતુ સંપ્રાપ્તિ દ્વારા દેવોએ તે પ્રમાણે કર્યું નથી, કરતા નથી અને કરશે પણ નહીં. આ રીતે ચમરેન્દ્ર અને તેના સામાનિક દેવોનું વૈક્રિય સામર્થ્ય સમાન જ છે.]. ત્રાયશ્ચિંશક અને લોકપાલ દેવોની અદ્ધિ :| ५ जइ णं भंते ! चमरस्स असुरिंदस्स, असुररण्णो सामाणियदेवा एमहिड्डीया जाव एवइयं च णं पभू विउव्वित्तए, चमरस्स णं भंते ! असुरिंदस्स असुररण्णो तायत्तीसया देवा के महिड्डीया ?
तायत्तीसया देवा जहा सामाणिया तहा णेयव्वा । लोयपाला तहेव, णवरं संखेज्जा दीव-समुद्दा भाणियव्वा ।। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અસુરેન્દ્ર અસુરરાજ ચમરના સામાનિક દેવ આ પ્રકારે મહાઋદ્ધિ સંપન્ન છે આ પ્રકારની વિદુર્વણા કરવામાં સમર્થ છે, તો હે ભગવન્! અસુરેન્દ્ર અસુરરાજ ચમરના ત્રાયશ્ચિંશક દેવ કેવા મહાઋદ્ધિ સંપન્ન છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે સામાનિક દેવોનું કથન કર્યું છે, તે જ રીતે ત્રાયશ્ચિંશક દેવોનું કથન કરવું જોઈએ. લોકપાલ દેવોનું પણ તે જ રીતે કથન કરવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે પોતાના વૈક્રિયકૃત અસુરકુમાર દેવ-દેવીઓના રૂપોથી તે સંખ્યાત દ્વીપ–સમુદ્રોને ભરી શકે છે. આ તેનો વિષય માત્ર છે. તેઓએ ક્યારે ય આ પ્રકારની વિફર્વણા કરી નથી, કરતા નથી અને કરશે પણ નહીં. અગમહિષીઓની દ્ધિ અને વૈક્રિય શક્તિ - ६ जइ णं भंते ! चमरस्स असुरिंदस्स असुररण्णो लोगपाला देवा