________________
અનુવાદિકાની કલમે
- ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. સ.
આત્માના ભગવદ્ ભાવોને પ્રગટ કરતું શ્રી ભગવતી સૂત્ર દ્વાદશાંગી ગણિપિટક - બાર અંગ સૂત્રમાં મૂર્ધન્ય સ્થાને બિરાજિત છે.
ગણિપિટકનું ગૌરવ શ્રી ભગવતી સૂત્રઃ
દ્વાદશાંગી ગણિપિટકના બારે અંગ સૂત્ર સ્વતંત્ર વિષય ધરાવે છે. પ્રત્યેક આગમ પોત-પોતાના વિષય નિરૂપણ આદિની દૃષ્ટિએ ઉત્તમ જ છે. તેમ છતાં વિશાળતા, ગહનતા, ગંભીરતા, દર્શન આદિની દૃષ્ટિએ શ્રી ભગવતી સૂત્ર મૂર્ધન્ય સ્થાન પ્રાપ્ત કરે છે. શરીરના અષ્ટાંગમાં જેવું સ્થાન મસ્તકનું છે તેવું દ્વાદશાંગીમાં શ્રી ભગવતી સૂત્રનું સ્થાન છે. તેનું મૂળ નામ વિવાદ પUત્તિ - વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્ર છે. તેમાં વિવિધ વિષયોનું પ્રતિપાદન છે. લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી તેમજ અન્ય પ્રક્ષકારો દ્વારા વિવિધ વિષયને સ્પર્શતા ૩૬,૦૦૦ પ્રશ્નો અને પ્રભુ મહાવીરે આપેલા ઉત્તરોથી સમૃદ્ધ આ સૂત્ર છે. તેની પૂજનીયતા અને વિશિષ્ટિતાના કારણે આ સુત્રને માટે “ભગવતી’ તેવા વિશેષણનો પ્રયોગ થતો હતો પરંતુ શતાધિક વર્ષથી તે વિશેષણ ન રહેતા સ્વતંત્રનામ બની ગયું છે અને તે જ નામથી આ સૂત્ર પ્રસિદ્ધ છે. કહ્યું છે કે યં ચ મ વતીત્યાદિ પૂષ્યત્વેર મીત્તે આ રીતે આ સૂત્રનું નામ જ તેના ગૌરવને પ્રસિદ્ધ કરે છે.
શ્રી ભગવતી-જયકુંજર
વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિએ ભગવતીસૂત્રની ગરિમાને પ્રગટ કરવા તેને દેવાધિષ્ઠિત, વિજયવંત ગજરાજ જયકુંજરની ઉપમા આપી છે, ગજરાજના પ્રત્યેક અંગની વિશિષ્ટતાઓ સાથે ભગવતી સૂત્રની તુલના કરી છે. જે પ્રબુદ્ધજનોના મનને પ્રમુદિત કરે છે, તે આ પ્રમાણે છે
ગજરાજના દેહસમ શ્રી ભગવતી સૂત્રનો ૩૬,૦૦૦ પ્રશ્નાત્મક સૂત્રદેહ છે. સુવર્ણશ્રેષ્ઠ વર્ષોથી સુશોભિત શિરોભાગ સમ ઉદ્દેશક છે. ગજરાજના ચરણ સમ ચાર અનુયોગ, બે
33.